
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલયની વિદ્યાર્થીની ડિનલ વિઠાણીની ઇન્ટરનેશનલ એશિયાકપ બાસ્કેટબોલ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કક્ષાએ પસન્દગી થઇ અને વર્તમાન ત્રણ દેશ સામે વિજેતા થઇ હવે સેમીફાઇનલ સુધી ભારત ની ટીમ પહોંચી છે ત્યારે ડિનલ હાર્દિકભાઈ વિઠાણી પાંચ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્ય માટે એક તેજસ્વી પ્રતિભા સાબિત કરી છે. તેણે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી, શિસ્તબદ્ધ રીતે બાસ્કેટબોલ પ્રત્યેનો પ્રેમ તેને નાની ઉંમરે જ અલગ પાડે છે. આ મજબૂત પાયા પર તેના કોચ તરીકે નિલય ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્સ સ્કૂલ પાટણમાં વધુ સમર્પણ સાથે તાલીમ ચાલુ રાખી. તેની સખત મહેનત અને દ્રઢ નિર્ણયે ટૂંક સમયમાં જ તેને ઇન્ડિયા કેમ્પસ સ્થાન અપાવ્યું જ્યાં તેણે પોતાની કુશળતા અને પ્રતિબદ્ધતાથી સૌને પ્રભાવિત કર્યા આ ખંત અને જુસ્સાની સફર હવે FIBA U 16 વિમેન્સ એશિયા કપ 2025 ડિવિઝન બી માટે ભારતીય અન્ડર 16 મહિલા રાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધામાં તેણીએ ગૌરવપૂર્ણ પસંદગી તરફ દોરી ગઈ છે મલેશિયામાં ભાગ લેવા માટે ગયેલ છે
DLSS પાટણ અને રમતવીર વિકાસની ભૂમિ પાટણમાં શ્રી પાટણ જૈન મંડળ ના પ્રમુખશ્રી દાનેશભાઈ શાહ તેમજ ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રભાઈ શાહ અને માનદમંત્રીશ્રી ભરતભાઈ શાહ તેમજ હોદેદારોશ્રીએ પણ તેણીને બિરદાવીને શુભેચ્છાઓ આપી હતી. DLSS ની મંજૂરી લાવવામાં આચાર્યશ્રી ડૉ બળદેવભાઈ દેસાઈના સતત પ્રયત્નના લીધે. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી અને કિરણભાઈ પટેલના સતત સહકારના લીધે પાટણને DLSS ની મંજૂરી મળી જેમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરીના સતત માર્ગદર્શન અને સહકાર પ્રાપ્ત થયેલ છે તેનું ફળ જોઈએ તો પાટણની ડિનલ વિઠાણી ને રાષ્ટ્રીય મંચ અને અંતરરાષ્ટ્રીય મંચ પર તેની પ્રતિભા દર્શાવવા માટે એક મજબૂત રમતગમત નું પેલ્ટફોર્મ પૂરું પાડ્યું છે. ડિનલ વિઠાણી પાટણ જિલ્લાની ડિસ્ટિક લેવલ સ્પ્રોટ્સ સ્કૂલની તાલીમાર્થી છે તેના બાસ્કેટબોલના કોચશ્રી, નિલય ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેણે આ અંતર રાષ્ટ્રીય ટીમ માટે પસન્દગી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે ડિનલને રાષ્ટ્રીય સ્પર્ધા સુધી પહોંચાડવા માટે જરૂરી કુશળતા, શિસ્ત અને સ્થિતિસ્થાપકતા વિકાસવી છે. ડી એલ એસ એસ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત અને સંસ્કૃતિક વિભાગ હેઠળ સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્રારા ચલાવવામાં આવે છે અને તે ખાસ કરીને યુવા રમત પ્રતિભાને ઓળખવા અને તેનું પાલન પોષણ કરવા માટે રચાયેલ છે ડી એલ એસ એસ પૂરતા પોષણ અને વ્યાપાક ટુર્નામેન્ટના અનુભવને સારા શિક્ષણ સાથે જોડે છે, અને ઉભરાતા રમતવીરોને આધુનિક અને વૈજ્ઞાનિક તાલીમ પુરી પાડે છે.
શ્રી બી ડી સાર્વજનિક વિધાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીની એ બાસ્કેટબોલ મેદાનના દાતા બની બાળકોને કૌશલ્ય વર્ધન શિક્ષણના સક્ષી બન્યા તેવા દાતાશ્રી, શ્રીમતિ ભારતીબેન યશવંતભાઈ ઝવેરી દ્રારા સરસ બાસ્કેટબોલ કોટ બનાવવામાં આવેલ છે અને દર વર્ષે શાળાની ટીમ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શાળાને ગૌરવ અપાવે છે જેમાં આ વર્ષે ધોરણ 11 માં અભ્યાસ કરતી ડિનલ વિઠાણીની સિદ્ધિથી સોનામાં સુગંધ ભળી છે અને આ સિદ્ધિને શાળાની વિશિષ્ટ સિદ્ધિ તરીકે માનવામાં આવી રહી છે. શાળા શિક્ષણની સાથે સાથે અનેક વિધ સહઅભ્યાસિક પ્રવુતિઓને પ્રોત્સાહન આપી રહી છે. ડિનલની સિદ્ધિને પાટણ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણવામાં આવી રહી છે શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એસોસિએશન દ્રારા પણ ઓપનજિમ, સંગીતશાળા, જેવી સુવિધાઓ બનાવવામાં આવેલ છે. શાળા 81 વર્ષની સફરમાં છેલ્લા દશકામાં બે ઇન્ટરનેશનલ પ્લેયર આપ્યા છે જેમા ભૂતપૂર્વ વિદ્યાર્થી મેધ પટેલ અને ડિનલ વિઠાણી જે શાળાનું ગૌરવ વધારેલ છે ત્યારે શાળાનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.અંતર રાષ્ટ્રીય FIBA U 16 ના સતાવાર સિડ્યુલ મુજબ U-16 વિમેન્સ એશિયાકપ 2025 ડિવિઝન બી 13 -19 સપ્ટેમ્બર 2025 દરમિયાન મલેશિયાના સેરેમબાનમાં યોજાઈ રહ્યો છે, આ ટુર્નામેન્ટ માટે ભારતને ગ્રુપ એ (ઈરાન, સમોઆ, અને ઉઝેબિકીસ્તાન ) માં રાખવામાં આવ્યું છે. ભારતીય બાસ્કેટબોલ મીડિયા અહેવાલ અને રોસ્ટર પુષ્ટિ કરે છે કે એ ત્રણ ટીમ સામે ભારત વિજેતા બની હવે સેમી ફાઇનલમાં પહોંચી છે જે ગુજરાતની ડિનલ વિઠાણીની આ ઇવેન્ટ માટે ભારતની U-16 મહિલા રાષ્ટ્રીય ટીમ માટે પસંદગી કરવામાં આવી છે તેની પસંદગી એક મુખ્ય રાષ્ટ્રીય કોલ એપ રજુ કરે છે તેથી સમગ્ર શાળા પરિવાર અને વ્યાયામ શિક્ષક દ્રારા આ સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી છે આ પ્રસંગે શાળાના વડા ડૉ બી આર દેસાઈ એ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અશોકભાઈ ચૌધરી, રમતગમત અધિકારીશ્રી, નરેશભાઈ ચૌધરી, શ્રી કિરણભાઈ પટેલ અને શ્રી પાટણ જૈન મંડળના હોદેદારશ્રીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન સર્વની મદદથી શાળાને ડી એલ એસ એસ ની મંજૂરી મળી અને તેના ફળશ્રુતિ સ્વરૂપે પ્રાપ્ત થઇ અને પાટણ ને ગૌરવ અપાવ્યું છે તેમ જણાવી સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.



