સમીના સોનાર ગામ નજીક આવેલ અદાણી સોલાર પાવર હાઉસની ડીપીમાં શોર્ટ સર્કિટથી મશીનોમાં આગ લાગી..

આ વિકરાળ આગ ની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો..

પાટણ તા.૧૫
પાટણ જિલ્લાના સમી તાલુકાના સોનાર ગામ નજીક આવેલા અદાણી સોલાર પાવર હાઉસની ડીપીમાં સોમવારે બપોરના સમયે શોર્ટ સર્કિટથી મશીનોમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી જોકે આ વિકરાળ આગ ની ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
બનાવની પ્રાથમિક હકીકત મુજબ સોમવારે બપોરના સમયે અદાણી સોલર પાવર હાઉસ મા અચાનક શોર્ટ સર્કિટ સજૉતા મશીનોમાં કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.તો ધટના ને પગલે આસપાસના ગામના લોકો અને રસ્તે પસાર થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ અદાણી પાવર પ્લાન્ટનું અગ્નિશામક દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોય લોકો એ હાશકારો અનુભવ્યો હતો.
સમી મામલતદાર હરગોવનભાઈ પરમારે આ ધટના બાબતે જણાવ્યું હતું કે અદાણી સોલાર પ્લાન્ટના ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ લીધી છે. જોકે, પાવર હાઉસના મશીનો અને માળખાને ભારે નુકસાન થયું છે પરંતુ કોઈ પ્રકારની જાનીહાની ન
થી હોય લોકો એ રાહત અનુભવી છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here