સરસ્વતી તાલુકાના જાખા ગામ નજીકનો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના જાખા ગામ નજીકના નાળાની આજુ બાજુ છેલ્લા ઘણાં સમયથી રાેડ રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જવાના કારણે રસ્તા બિસ્માર બની ગયા હોવાથી વાહન ચાલકો તેમજ રાહદારીઅો પરેશાન બની હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના જાખા ગામ નજીક રોડ રસ્તા ઉપર મસમાેટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પોતાના નાના મોટા વાહનો લઈને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જયારે મેસર થી વદાણી જતા હાઈવે માર્ગ ઉપર માેટાપ્રમાણમાં ખાડા પડી ગયા છે અને રોડ રસ્તો ઉબડખાબડ બની જવા પામ્યો છે ત્યારે આ રોડ રસ્તા પર સત્વરે માર્ગ અને મકાન વિભાગ દ્ધારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત સમસ્ત ગ્રામજનો ની ઉગ્ર માંગ ઉઠવા પામી છે…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here