HNGU હેમ.ઉ.ગુ.યુનિ.ની બીએડની પરીક્ષામાં પ્રશ્નપત્ર ની ભાષામાં ભૂલ થતા પ્રથમ દિવસની એક વિષયની પરીક્ષા રદ કરાઈ

ગુજરાતીના બદલે અંગ્રેજી ભાષામાં જ પ્રિન્ટ થઈ પ્રશ્નપત્ર છાત્રોને આપતા છાત્રો ની રજુઆત બાદ પેપર રદ કરાયું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની શરૂ થયેલ પરીક્ષામાં બીએડ સેમ 1 માં પ્રથમ પેપરમાં જ ગુજરાતી માધ્યમના બદલે અંગ્રેજી માધ્યમમાં પ્રિન્ટ કરેલ પ્રશ્નપત્ર સેન્ટરોમાં પહોંચતા વિતરણ બાદ છાત્રોએ અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર હોય ભૂલ હોવાની રજુઆત કરતા પરીક્ષા વિભાગને જાણ થતાં તાત્કાલિક પરીક્ષા રદ કરવામાં આવી હતી.અને રદ કરાયેલ પેપર ફરીથી લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.


યુનિવર્સિટી ની ઓક્ટો ડિસેમ્બર ની પરીક્ષાનો આરંભ થયો હતો.જેમાં પ્રથમ દિવસે સંલગ્ન બીએડ કોલેજોમાં સેમ 1 ચાઈલ્ડહુડ એન્ડ ગ્રોવિંગ વિષયનું પેપર હતું.જેમાં છાત્રો ને વર્ગખંડમાં વિતરણ કરવામાં આવેલ પ્રશ્નપત્ર ગુજરાતી ભાષાના બદલે અંગ્રેજી ભાષામાં પ્રિન્ટ કરીને આપવામાં આવતા પ્રશ્નપત્ર જોઈ છાત્રો મુશ્કેલીમાં મુકાતા નિરીક્ષકને રજુઆત કરતા પરીક્ષા કેન્દ્રો દ્વારા યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી જે મામલે પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરતા ભૂલ થઈ હોવાનું સામે આવતા તાત્કાલિક અન્ય પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રદ કરાયેલ વિષયની પરીક્ષા હાલમાં સ્થગિત રાખી પરીક્ષા પૂર્ણ થયા બાદ અંતમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.
આ બાબતે યુનિવર્સિટી
પરીક્ષા નિયામક મિતુલ દેલિયા એ જણાવ્યું હતું કે બીએડ ની પરીક્ષામાં અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમમાં છાત્રો પરીક્ષા આપતા હોય બન્ને ભાષામાં પ્રશ્નપત્ર આવે છે.પરંતુ એકલા અંગ્રેજી માધ્યમમાં પેપર આવતા પ્રશ્નપત્ર રદ કરી ફરી શનિવારે લેવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here