પાટણ તા. 24
સિદ્ધપુરના સુજાણપુર સ્થિત ત્રિરંગા વિદ્યાસંકુલ ડી.આઈ.પટેલ સ્કૂલ ઓફ નર્સિંગમાં ત્રિદિવસીય રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ ના પ્રથમ અને બીજા દિવસે સ્પોર્ટસ ડે યોજાયો હતો. અને ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કોલેજ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીઓનો વિદાય સમારોહ પોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ત્રિરંગા કોલેજના ટ્રસ્ટી દશરથભાઈ પટેલ,સચીનભાઈ પટેલ, મિત્તલબેન પટેલ, ર્ડા.રીંકુ
બેન પટેલ,કોલેજના આચાર્ય પુષ્યેન્દ્ર જોશી, ર્ડા.સોનુ વાઘેલા સહિત ના સ્ટાફ પરિવારે હાજરી આપી વિવિધ રમતગમત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સાસ્કૃતિક કાર્યક્રમ અને સ્પોર્ટસમાં ભાગ લેનાર પ્રથમ અને બીજા નંબરના વિધાર્થીઓને કોલેજ તરફથી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.




