
પાટણ તા. ૨૪
નવા સંકલ્પ સાથે વિકાસ પામી રહેલ પાટણની કે.કે.ગલ્સૅ વિદ્યાલયના ભૂ.પૂ. વિદ્યાર્થીની ડૉ.મીનાબેન ઓઝા-પરીખ(USA)ના પૌત્ર દોહિત્રો”ક્રિશાન ઉદ્યાન”અને”આરુષિ & અવીશ ઉદ્યાન” ના નામે બે દાન કરી શાળાની પ્રતિષ્ઠામાં એક મોરપીંછનું ઉમેરણ કર્યું છે.
ડો.મીનાબેન પારેખ સાથે આવેલ તેમના દિવંગત પુત્ર સ્વ.નીરવની યાદમાં પ્રથમ ધો.10 ના પ્રશિક્ષણ વર્ગમાં,નીરવ ઉદ્યાન,
પ્રાર્થના ખંડમાં સરાઉડીંગ સાઉન્ડ સિસ્ટમ,રંગરોગાન અને સજાવટ કરાવી શાળા ની કાયાપલટ કરવામાં દાન આપી ખૂબજ મદદરૂપ થયેલ છે. આજે તેમની સાથે પૌત્રી આરુષિએ પોતે પોતાના વક્તવ્યમાં દીકરીઓને અભ્યાસ તરફ ધ્યાન કેંદ્રિત કરી જીવનમાં આવનાર અનેક પડકારોને ઝીલવા સક્ષમ બનવા અનુરોધ કર્યો હતો. તેમજ શાળાની દીકરીઓની શિસ્ત અને પરિણામના આંકમાં આવેલ વૃદ્ધિથી પ્રભાવિત થઈ અમેરિકા થી આવેલ ત્રણેય ભાઈ- બહેનોએ નવા બે ઉદ્યાન અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત નીરવ ઉદ્યાન અને નિરવ જીમની મુલાકાત લઈ દાદીએ આપેલ દાનથી પ્રભાવિત થયાં અને બન્ને સ્થળોએ આનન્દ પ્રાપ્ત કરી શાળામાં વિતાવેલ પળોને ચિર સ્મૃતિમાં રાખી આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિનો તેમજ શાળા પરિવારનો અને શાળામાંથી નિવૃત થયેલ અને શાળાના વિકાસ માટે સદા ચિંતિત કમલેશભાઈ સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો.



