સિધ્ધપુર સરસ્વતી ધામ નદી કિનારે થી નિલકંઠ મહાદેવ મંદિર નિદ્રોડા સુધીની પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા યોજાઈ..

કાવડ યાત્રા માં 151 થી વધુ કાવડ યાત્રી અને શ્રધ્ધાળુઓ જોડાયા…

પાટણ એસીબી દ્વારા કાવડયાત્રીઓનુ ભવ્ય સ્વાગત કરાયુ…

પાટણ તા. ૪
સિદ્ધપુર કુંવારિકા માં સરસ્વતી ધામ નદી કિનારે થી પવિત્ર કાવડ યાત્રા યાત્રીકો દ્વારા દાદા નું ગંગા સ્વરૂપ જળ પગપાળા નિલકંઠ ધામ મંદિર માં નિદ્રોડા ગામ માં ચડાવા માટે લાવવામાં આવ્યું હતું.
સિધ્ધપુર કુંવારિકા માં સરસ્વતી ધામ નદી કિનારે થી નિદ્રોડા ગામ ભવ્ય પગપાળા કાવડ યાત્રા દ્વારા કાવડમાં લવાયેલા પવિત્ર ગંગા સ્વરૂપ ગંગાજળથી મંત્રોચ્ચાર સાથે નિલકંઠ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો.
નિદ્રોડા ગામ નિલકંઠ મહાદેવ મંદિર ખાતે 151 થી વધુ કાવડ યાત્રીકો પવિત્ર ગંગા સ્વરૂપ ગંગાજળ લઈ સ્વયંભૂ નિલકંઠ મહાદેવ મંદિરે પહોંચતાં બાળકો- ભાઈઓ-બહેનો અને વડીલો તેમજ સમગ્ર ગ્રામજનોએ ડીજે ના શિવમય સંગીત મારફતે વાજતે ગાજતે ભવ્ય સામૈયું કર્યું હતું.
વિશેષમા સિધ્ધપુર કુંવારિકા માં સરસ્વતી ધામ નદી કિનારે થી નિદ્રોડા ગામ ભવ્ય પગપાળા કાવડ યાત્રા પહોચી ત્યારે પાટણ જિલ્લા એસીબી ના અધિકારીઓએ પણ ભવ્ય કાવડ યાત્રા નાં યાત્રીકોનું સ્વાગત કર્યું હતું ઉપસ્થિત બાળકો, ભાઈઓ, બહેનો અને વડીલો તેમજ સમગ્ર ગ્રામજનોને એસીબી ની કામગીરીની માહિતી આપી હતી
નિદ્રોડા ગામ નિલકંઠ મહાદેવ મંદિરે કાવડ યાત્રીકો પવિત્ર ગંગા સ્વરૂપ ગંગાજળ લઈ સ્વયંભૂ આવતા આજુ બાજુના ગામડાઓ ના ઘણા શ્રધ્ધાળુઓ નિલકંઠ મહાદેવ ની પૂજા અર્ચના અને પવિત્ર ગંગા સ્વરૂપ ગંગાજળ અભિષેક ના દર્શન કરવા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here