
બનાસકાંઠા જિલ્લાના જૈન તીર્થ ભિલડીયાજીના વિકાસના કામો જાહેરાત કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ શરૂ કરતાં પહેલાં તેમના કુળદેવી કાંકરેજ ઓગડ તાલુકાના કાકર ગામ ખાતે આવેલ શ્રી સમોર માતાજીના મંદિરે દર્શન પૂજા અર્ચના કરી. આ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વર ભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અણદા ભાઈ પટેલ, પાલીકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, અમરતભાઈ દેસાઇ,ભારતસિંહ ભટેસરિયા,હરગોવાનભાઈ શિરવાડિયા ટ્રસ્ટીઓ હર્ષદભાઈ શાહ, ચીનુભાઈ શાહ,ભરતભાઈ શાહ,જીતુભાઈ શાહ,દિનેશભાઈ શાહ અજીતભાઈ શાહ,દીક્ષિત ભાઈ શાહ તેમજ કાંકરેજઓગડ તાલુકાના ભાજપના અગ્રણીઓ કાર્યકરો ગ્રામજનોની મુલાકાત કરીને તેમની સાથે સંવાદ કર્યો.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




