પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે PI કે.જે. ભોયેના હસ્તે ધ્વજવંદન કરાયું…

રાષ્ટ્રની એકતા અને મજબૂતી માટે શપથ લેવાયા.

પાટણ જિલ્લામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે PI કે.જે. ભોયે ના
હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની મજબૂતી માટે કાર્ય કરવાના શપથ લીધા હતા.

પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ધ્વજવંદનના આ કાર્યક્રમમાં પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI કે.જે. ભોયેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ અવસરે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ધ્વજવંદન બાદ પાટણ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના PI કે.જે. ભોયે એ ઉપસ્થિત પોલીસ કર્મીઓને સંબોધિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રનું અસ્તિત્વ સર્વોપરી છે અને જો રાષ્ટ્રનું અસ્તિત્વ સુરક્ષિત નહીં હોય તો કોઈનું પણ વ્યક્તિગત અસ્તિત્વ રહેશે નહીં. તેમણે પ્રત્યેક નાગરિકને જાતિ, ધર્મ અને સંપ્રદાયના ભેદભાવોથી ઉપર ઉઠીને દેશને સંગઠિત અને મજબૂત બનાવવા માટે સજાગ રહેવા હાકલ કરી હતી.

કાર્યક્રમના અંતે, તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોએ દેશની સુરક્ષા અને સેવા માટે સમર્પિત રહેવાના શપથ લીધા હતા……!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here