બનાસકાંઠા જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નવનિર્મિત ઓગડ તાલુકાના થરા ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે પણ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું
આ પ્રસંગે સૌને પ્રજાસત્તાક પર્વ ની શુભકામનાઓ પાઠવતા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે,નવનિર્મિત ઓગડ તાલુકા ની પાવન ધરા પર ઓગડનાથજી ના આશીર્વાદથી મહંત ૧૦૦૮ બળદેવનાથજી ગુરૂ વસંતનાથજી મહારાજ પાવન નિશ્રામાં ધ્વજ વંદન કરવાની તક મળવીએ ગૌરવની વાત છે.તેમણે દેશની આઝાદી માટે જીવન ન્યોછાવર કરનારવીર ક્રાંતિકારીઓ,સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રજાસત્તાક દિવસનું મહત્વ સમજાવતા કલેક્ટરે કહ્યું કે,વર્ષ ૧૯૫૦માં ભારતીય બંધારણ અમલમાં આવતા ભારત એક સંપ્રભુ,લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું.વિશ્વના વિવિધ દેશોના બંધારણોના અભ્યાસ પરથી રચાયેલું આપણું બંધારણ નાગરિકોને સમાનતા, સ્વાતંત્ર્ય, ન્યાય,ધર્મનિરપેક્ષતા અને વિવિધતામાં એકતા જેવા મૂળ ભૂત અધિકારો પ્રદાન કરે છે. સાથે જ,તે અધિકારો સાથે ફરજોનું પાલન કરવાની જવાબ દારી પણ યાદ અપાવે છે. બનાસકાંઠા જિલ્લાના ગૌરવપૂર્ણ ઇતિહાસને યાદ કરતા કલેક્ટરે જણાવ્યું કે,આ ભૂમિએ અનેક શૂરવીરો સ્વાતંત્ર્ય સેનાનીઓ આપ્યા છે,જેમણે બ્રિટિશ શાસન સામે અડીખમ લડત આપી હતી. આ વિસ્તાર ખેતી અને સંસ્કૃતિ ની સાથે દેશભક્તિ માટે પણ વિશેષ ઓળખ ધરાવે છે.કલેક્ટરે વધુમાં જણાવ્યું કે,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લો આજે વિકાસના નવા શિખરોસર કરી રહ્યો છે.શિક્ષણ,આરોગ્ય,પાણી વ્યવસ્થાપન,નર્મદાના નીરથી તળાવો ભરવાના પ્રોજેક્ટ, અંબાજી વિકાસ યોજના, પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસ, આધુનિક સ્પોર્ટ્સ સંકુલ,જળ સંચય અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ જેવી યોજનાઓથી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે.
કલેક્ટરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭ના વિઝન ને સાકાર કરવા સૌને સંકલ્પ લેવા આહવાન કર્યું. તેમણે પર્યાવરણ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, પાણી સંચય, વૃક્ષારોપણ તથા સહકાર ભાવનાથી કાર્ય કરીને ભારતને વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા ઓમાં સ્થાન અપાવવા માટે પ્રેરણા આપી.
આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેનાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટર અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા
Home Gujarat BANASKANTHA નવનિર્મિત ઓગડ તાલુકાના થરા ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં...




