ગુજરાત સાહિત્ય અવકાદમી ગાંધીનગર અને કાંકરેજ તાલુકા કેળવણી મંડળ, થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટસ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ, થરા અને આઇક્યુએસીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬-૦૩-૨૦૨૬ના રોજ (સંસ્કૃત વિષયમાં)ઉપનિષદોની તત્ત્વજ્ઞાન સભર સનાતન ધર્મ મીમાંસા અને (હિન્દી વિષયમાં) ભારત નવનિર્માણ મે ઋષિ પરંપરા કા સામાજિક અવદાન વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જ્ઞાનસભર કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રો અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. દિનેશકુમાર એસ. ચારણે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને વિષયને અનુરૂપ જ્ઞાનસભર પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સમારંભના અધ્યક્ષ ધીરજભાઈ કે.શાહ.(કેળવણી મંડળના પ્રમુખ),અતિથિ વિશેષ શ્રી જીતેન્દ્રકુમાર સી. ધાણધારા, રાજેશકુમાર સોની ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન સાથે પ્રેરક પ્રવચન આપ્યું હતું. ડૉ. ભાગ્યેશ જ્હા (અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર) અને ડૉ. જયેન્દ્રસિંહ જાદવ ( મહામાત્રશ્રી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર) નું માર્ગદર્શન અને આશીર્વાદ મળ્યા હતા.
આ જ્ઞાનવર્ધક એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદના બીજરૂપ વક્તા ડૉ. રામનારાયણ શાસ્ત્રી, ડૉ. સુશીલ ધર્માણીએ ભારતીય સનાતન સંસ્કૃતિ માં વેદો, ઉપનિષદો, ઋષિ પરંપરાને કેન્દ્રમાં રાખી ઉપનિષદોમાં નિરૂપિત સનાતન ધર્મ મીમાંસા અને ભારતના નવનિર્માણ માં ઋષિઓના યોગદાનને બિરદાવ્યાં હતા. પ્રધાન વક્તા તરીકે પધારેલ ડૉ.દેવસિંહ રાઠવા ડૉ.અર્જુન કે. તડવી, ડૉ.અમૃત લાલ જીનનગર, પ્રશાંત કેદાર જાદવ અને ડૉ. હેમરાજભાઈ આર. પટેલ સૌએ વિષયને અનુરૂપ જ્ઞાનસભર મૂલ્યનીષ્ઠ પ્રેરક પ્રવચન આપેલ. જુદી જુદી કોલેજમાં થી પધારેલ વિદ્વાન અધ્યાપકશ્રીઓ અને પીએચ.ડી શોધાર્થીઓએ વિષયને અનુરૂપ શોધ પત્ર વાંચન કર્યું હતું. અંતે સૌને પ્રમાણપત્ર વિતરણ કરીને કાર્યક્રમ સંપન્ન જાહેર કર્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપક શ્રીઓ, વહીવટી વિભાગ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. .
યશપાલસિંહ ટી વાઘેલા થરા




