NGES ની અનોખી પહેલએન.જી.ઇ.એસ. કેમ્પસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી ગૌરવ – હરિત ઉપહાર”કાર્યક્રમનું આયોજન**

નારી શક્તિનું ગૌરવગાન અને હરિયાળું ભવિષ્ય નિર્માણ તરફ એક અનોખી પહેલ

200થી વધુ મહિલાઓને હરિત ઉપહાર સાથે નારી શક્તિનું સન્માન – એક નારી, એક છોડનો સંદેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના પાવન અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે “નારી ગૌરવ – હરિત ઉપહાર” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના અવિરત સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને કૃતજ્ઞતા પૂર્વક વંદન કરવાનો હતો.

આ પ્રસંગે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી એવી તમામ પ્રેરણાદાયી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જે પરિવાર અને સામાજિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખીને સંસ્થાના વિકાસ અને પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે.

કાર્યક્રમ અંતર્ગત 200થી વધુ મહિલાઓને એક છોડ ભેટરૂપે અર્પણ કરી સન્માનિત કરવામાં આવી, જે માત્ર સન્માનનો પ્રતીક જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટેનો સંકલ્પ પણ દર્શાવે છે. “એક નારી – એક છોડ”ના સંદેશ સાથે આ અભિયાન દ્વારા મહિલાઓની પ્રેરણાથી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો સંદેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતા જણાવ્યું કે મહિલાઓ માત્ર પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસની શક્તિશાળી આધારશિલા છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે.આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ અને કેમ્પસ ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ હાજર રહ્યાં હતાં.

“નારી ગૌરવ – હરિત ઉપહાર” કાર્યક્રમ દ્વારા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીએ નારી શક્તિના સન્માન સાથે પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો, જે સમાજમાં પ્રેરણાનું કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ ઝેડ. એન. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here