Patan : કચ્છી કલાના કસબીઓ દ્વારા બે દિવસ વસ્તુ વેચાણ પ્રદર્શન યોજાયું

હાથવણાટ થી તૈયાર કરાયેલ વસ્ત્રો સહિત વિવિધ ચીજવસ્તુઓ વેચાણ અને પ્રદર્શન માં મુકાઈ

exhibition sale

Patan : પાટણનાં રાજમહેલ રોડ પાસે આવેલ સંતોકબા હોલ ખાતે કચ્છી કલાના કસબીઓ દ્વારા હાથવણાટ થી તૈયાર કરાયેલ વસ્ત્રો સહિત વિવિધ ચીજવસ્તુઓના બે દિવસીય વેચાણ પ્રદર્શનનો ઉદ્ધાટન સમારોહ પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલના હસ્તે શનિવારના રોજ કરવામાં આવ્યો હતો.

exhibition sale

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર સૂત્રને સાર્થક કરવા કચ્છ જીલ્લાના કચ્છી કલાના કસબીઓ દ્વારા લઘુ ઉધોગ થકી તૈયાર કરવામાં આવેલ લેડીઝ, જેન્સ અને ચિલ્ડ્રનવેર્સના વસ્ત્રો સહિત અન્ય ચીજવસ્તુઓનું વેચાણ સીધુ ગ્રાહકો સુધી પહોંચે તે માટે સુંદર પ્રયાસ થકી પાટણના રાજમહેલ રોડ પર આવેલ સંતોકબા હોલ ખાતે કચ્છી ખજાનાનું બે દિવસ માટે વેચાણ પ્રદર્શન આજરોજ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ અને રો.બાબુભાઈ પ્રજાપતિ સહિત પાટણ નાં પ્રબુધ્ધ નગરજનોએ ઉપસ્થિત રહી
પ્રદશૅન નિહાળી વસ્તુઓની ખરીદી કરી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here