
પાટણના સરવા ગામે આવેલ શારદા વિદ્યાલય પરિવાર દ્વારા તા .25/3/2022 ના રોજ એસ.એસ.સી ના વિધાથીઓની શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.


પાટણના સરવા ગામે આવેલ શારદા વિદ્યાલય પરિવારની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર પ્રાર્થના થી કાર્યક્રમની શરુઆત કરી અને વિધાર્થીની ઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત થી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ સમારંભના અધ્યક્ષ શ્રી બાબુભાઇ જી . પટેલ ( ટ્સ્ટીશ્રી મહાકાળીધામ સરવા ) અને બીજા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મહેમાનોનો સ્વાગત પરચિય માધ્યમિક શિક્ષણ બોર્ડ ના સદસ્ય શ્રી મુકેશભાઇ બી પટેલે આપ્યો જેમાં હરગોવનભાઇ.એમ.પટેલ ટ્સ્ટીશ્રી મહાકાળીધામ સરવા ) શાળાના પૂર્વ આચાર્ય શ્રી બીપીનભાઈ સી . પટેલ , શાળાના પૂર્વ શિક્ષક શ્રી જયંતિભાઇ બી . પટેલ અને ભોજન દાતા શ્રી રાજુભાઇ પટેલ ( પ્રમુખ શ્રી સરવા દુધ ઉત્પાદક સહકારી મંડળી ) શાળાના આચાર્ય શ્રીકમલેશભાઇ પટેલ તમામ મહેમાનોએ શાળાના વિદ્યાર્થીઓને આર્શિવચન આપી અને છેલ્લે તમામ બાળકો તેમજ શાળા પરીવાર અને મહેમાનોની સાથે સ્વરૂચી ભોજન લઇ કાર્યક્રમ સંપન કરાયો. કાર્યક્રમ નું સંચાલન શાળાના પ્રવાસી શિક્ષિકાબેન રાજશ્રીબેન ચૌધરી એ કર્યું હતું .



