પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે પાટણ જિલ્લા પત્રકાર યુનિયનની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને ખજાનચીની વરણી કરવામાં આવી હતી. પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે સૌપ્રથમવાર ફિલ્ડમાં ફરતા પત્રકારોના નવીન સંગઠનની રચના માટે મહત્વની બેઠક મળી હતી. જેમાં પાટણ જિલ્લા પત્રકાર યુનિયનનું ગઠન કરવામાં આવ્યું હતું.
પત્રકારો ફિલ્ડમાં કવરેજ માટે ફરતા હોય છે. ત્યારે કોઈ અધિકારી અથવા કોઈ માથાભારે તત્વો દ્વારા પત્રકાર સાથે ગેરવર્તણુક થાય ત્યારે આવા સમયે આ સંગઠન મદદરૂપ થશે. આરોગ્યને લગતી કોઈપણ બાબત હોય એવા સમયે સંગઠનના માધ્યમથી મદદ મળી રહે અને આર્થિક રીતે મદદરૂપ થવાનો સંગઠનનો મુખ્ય ઉદ્દેશ રહેશે. શિક્ષણક્ષેત્રે આર્થિક રીતે યોગ્ય પરિસ્થિતિ ના હોય એવા પત્રકારોને પણ આ સંગઠનના માધ્યમથી આર્થિક રીતે મદદરૂપ થશે. આમ આ બેઠકમાં પત્રકારોને લગતા વિવિધ પ્રશ્નોને રજુ કરવામાં આવ્યા હતા. અને તેના ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ હોદેદારોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે હર્ષદભાઈ પંચોલીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સાથે સાથે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી ખજાનચી તેમજ સોસીયલ મીડિયા સેલના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તો સર્વાનુમતે કારોબારીની વરણી કરવામાં આવી હતી. આગામી સમયમાં યુનિયન દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અને મહત્વના નિર્ણયો પણ કારોબારી સમિતિ કરશે. અને આ યુનિયનમાં કારોબારી સર્વોપરી રહેશે આ બેઠકમાં પાટણ જિલ્લાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



