પાટણ જીલ્લા સહિત શહેરમાં ઘણી વખત અગમ્યોકારણોસર આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે આવો જ આગ લાગવાનો બનાવ પાટણ જીલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે મારુતિ પ્લાઝા ના પાછળના ભાગે બંધ પડેલ કેરોસીનના પંપના ગોડાઉનમાં બનાવ બનવા પામ્યો હતો.
મળતી માહિત અનુસાર પાટણ જીલ્લાના રાધનપુર હાઈવે ચાર રસ્તા પાસે મારુતિ પ્લાઝા ના પાછળના ભાગે બંધ પડેલ કેરોસીનના પંપના ગોડાઉનમાં કોઈ અગમ્યોકારણોસર એકા એક આગ લાગવાનો બનાવ બનતા રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આગના ગોટેગોટા આકાશ માર્ગે ઉડાતા જોવા મળ્યા હતા અને આગ લાગવાના સમાચાર વાયવેગે પ્રસરતા લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકત્રિત થયા હતા અને લોકોમાં અફડાતફડી મચીનો માહોલ સર્જાયો હતો જયારે આગ લાગી હોવાની જાણ રાધનપુર નગરપાલિકાના ફાયર ફાયટરને થતાં રાધનપુર નગરપાલિકા ની ફાયર ફાયટરની ટીમ બનાવના સ્થળે દોડી આવે તે પહેલા જ આગ પર કાબુ મેળવવા માટે પહોંચે તે પહેલા જ કેટલાક જાગૃત અને બુદ્ધિજીવી લોકો દ્વારા સામાન્ય પાણીના ટેન્કરો મંગાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની તજવીજ હાથ ધરાતા કાફી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને લોકોએ રાહાતનો શ્વાસ લીધો હતો
જયારે ઉલ્લેખનીય છે કે આગ ની આજુબાજુ ભંગારનાં ગોડાઉન અને મોટા શોપીંગ સેન્ટરોને મોટી નુકશાની થતાં ટળી હતી…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ



