સરસ્વતી તાલુકાના મેસર ગામમાં 20 દિવસમાં 7 ચોરીઓને અંજામ આપતી ચોર ટોળકી
બોરની ઓરડીના તાળા ના તુટતા ચોર ઈસમોએ દિવાલ તોડી અંદર પ્રવેશી કેબલ વાયરની ચોરીને અંજામ આપ્યો.
Patan : પાટણ જીલ્લા સહિત શહેર તેમજ તાલુકા કક્ષાએ છેલ્લા ઘણા સમયથી નાની મોટી ચોરીની ઘટના ઘટી રહી છે ત્યારે આવી જ ચોરીની વાત કરવા જઈએ તો પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં છેલ્લા વીસ દિવસમાં 7 ચોરીની ઘટનાંને અંજામ આપતી ચાેર ટાેળકી સક્રિય બનતા મેસર ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
મળતી માહિતી અનુસાર પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં છેલ્લા 20 દિવસમાં સક્રિય બનેલી ચોર ટોળકીએ સતત 6 કેબલ વાયરની નાની મોટી ચોરીને અંજામ આપ્યો છે જયારે આ ચોરીમાં મેસર ગામમાં આવેલી બોરની ઓરડીએના તાળા ના તુટતા દિવાલ તોડી કેબલ ચોરીને ચોર ટોળકી ઈસમો દ્ધારા અંજામ આપાયો છે આ સક્રીય બનેલી ચોર ટોળકી દ્ધારા રાત્રી દરમ્યાન કેબલ ચોરીને અંજામ આપી તરખાટ મચાવતા હોવાની મેસર ગ્રામજનો માં ચર્ચાઓ ઉઠવા પામી છે
જ્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં એક દિવસ અગાઉ વધુ એક બોરની ઓરડીના તાળા તોડી અજાણ્યા ચોર ઈસમોની સક્રિય બનેલી ચોર ટોળકીએ કેબલ ચોરીનો અંજામ આપ્યો છે જેના કારણે સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસની કામગીરી સામે મેસર ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે મેસર ગ્રામજનોમાંથી વધુ મળતી માહીતી મુજબ મેસર ગામમાં સતત થતી ચોરીના સંદર્ભે મોટી સંખ્યામાં મેસર ગ્રામજનો એકઠા થઈ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકે ગતરોજ ચોર ટોળકીને પકડી પાડવા તેમજ રાત્રી દરમ્યાન મેસર ગામમાં નાઈટ પેટ્રોલિંગ કરવા અંગે વાગડોદ P.I. એ.એમ. ચોધરીને લેખિત રજુઆત કરવામાં આવી હતી જયારે વાગડોદ P.I. A.M. ચોધરી દ્ધારા પોલીસ સ્ટાફ સાથે મેસર ગામની ચોરીના ઘટનાં સ્થળની જાત તપાસ કરવા પહોંચ્યા હતા જયારે અગાઉ પણ મેસર ગામમાં સક્રિય ચોર ટોળકી દ્ધારા કેબલ ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો ત્યારે પણ મેસર ગ્રામજનો દ્ધારા વાગડોદ પોલીસને અનેકવાર રાત્રી પેટ્રોલિંગ સધન બનાવા રજુઆતો કરવામાં આવી હતી પરંતુ વાગડોદ પોલીસ દ્ધારા આ અંગે અગાઉની રજુઆતને પગલે કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં ના આવતા આ અજાણ્યા ચોર ઈસમો ચોર ટોળકીને મોકળુ મેદાન સમજી કાયદાનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના જ એક પછી એક કેબલ વાયરની ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યા હતા જયારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગ્રામજનોમાંથી કેબલ વાયરની ચોરી ને લઈને ચોંકાવનારી વિગતો જાણવા મળી રહી છે કે મેસર ગામમાં અગાઉ પણ 6 કેબલ વાયરની ચોરી સક્રિય ચોર ટોળકી દ્ધારા કરવામાં આવી હતી જ્યારે તાજેતરમાં એક દિવસ અગાઉ વધુ એક સાતમી કેબલ વાયરની ચોરીની ઘટનાને અંજામ સક્રિય બનેલી ચોર ટોળકી દ્ધારા આપવામાં આવ્યો છે જેના કારણે સમગ્ર મેસર ગ્રામજનોમાં ભય અને રોષની લાગણીઓ જોવા મળી હતી…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



