Vadodara : પતંજલિ યોગ સમિતિ, વડોદરા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે તા. 20 થી 22ના રોજ ત્રિ દિવસીય યોગ શિબિરનું આયોજન
સવારે 5:30 થી 7:30 દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક ખાતે કરવામાં આવ્યું છે.
આ શિબીર માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ઊર્જાવાન ચેરમેન યોગ સેવક શીશપાલજી માર્ગદર્શન આપશે. કાર્યક્રમનું આયોજન વડોદરા પતંજલિ સમિતિનાલક્ષ્મણ ગુરવાનીના માર્ગદર્શનમાં યોગ બોર્ડના મધ્ય ઝોન કો ઓર્ડીનેટર રાજેશ પંચાલ, શહેર કોચ કો ઓર્ડી. ડૉ. સોનલ માલવિયા અને જિલ્લા કો ઓર્ડીનેટર ઇન્દ્રજીતસિંહ પરમારની આગેવાનીમાં થયું છે.
આ પ્રસંગે તા. 19 ના રોજ અંબાલાલ પાર્ક, કારેલીબાગથી સ્કૂટર – કાર રેલીનું આયોજન સાંજના 4 થી 6 દરમિયાન થયું. છે જેનો આરંભ સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ અને મ્યું. કમિશનર શ્રીમતિ શાલીનીબેન અગ્રવાલ ની ઉપસ્થિતિમાં થશે. એમ યોગ કોચ સુનીલ પટેલે જણાવ્યું છે.
મનીષ જોષી “મૌન” દ્વારા



