પાટણ તા. ૨૪
સદગુરુ પરિવાર લુણીચણા અને ગામના આગેવાનો દ્વારા શાળાના બાળકોને ગણવેશ અને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જયરામભાઈ વાઢેર ની ઉપસ્થિતિ મા આયોજિત કરવામાં આવ્યો હતો. વિશ્વ પ્રસિધ્ધ કથાકાર પ. પૂ.શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવી હરિહર ધામ ખોખરા મંદિર બેલા મોરબી ની કૃપા અને પ્રેરણા થી સદગુરુ પરિવાર લુણી ચણા દ્વારા અવાર નવાર વિવિધ સેવાકીય પ્રકલ્પો કરવામાં આવતા હોય છે.
તહેવારોને અનુલક્ષીને બાળકોને મીઠાઈ,ફટાકડા, પતંગ દોરી,રંગ અને પિચકારીઓ સહિત ફ્રૂટ,તિથિ ભોજન કરાવવામાં આવે છે.તો અંબાજી પદયાત્રાએ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ઉભા કરી પોતાની સેવા ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
ગોખાતર ગામડી પ્રા. શાળાના બાળકોને યુનિફોર્મ અને શૈક્ષણિક કીટ વિતરણ પ્રસંગે તા. પ્રા.શિક્ષણાધિકારી જયરામભાઈ વઢેર,સરપંચ મોહનભાઈ,સામાજિક અગ્રણી દરિયાખાન મલેક એસ.એમ.સી.અઘ્યક્ષ ચીનુભાઈ સહિતના મહાનુભાવો,ગ્રામજનો, વાલીગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.સંચાલન-આભારવિધિ શાળાના શિક્ષક બી.બી.પટેલે કરી હતી.



