પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્રારા પાટણ શહેરમાં સીટી બસ સેવા પુનઃ શરૂ કરવા પા.ન.પા.ના CO હિરલ ઠાકરને આપ્યું આવેદન પત્ર.

પાટણ નગરપાલિકા દ્વારા સમયસર સીટીબસ સર્વિસ ના થવાના કારણે આજે પણ આ સિટીબસ ભંગાર જર્જરિત હાલતમાં પડી છે…

પાટણ જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા  પાટણ શહેરમાં મુસાફરોનો ઘસારો જોતા વર્ષોથી ખોરવાયેલ સીટી બસની વ્યવસ્થા કરવા બાબતે આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને આવેદન પત્ર આપીને પાટણ શહેરમાં પુન સીટી બસ શરૂ કરવા રજુઆત કરી હતી.

આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર દ્વારા જણાવ્યું છે કે થોડાક વર્ષ અગાઉ પાટણ શહેરના રાજમાર્ગો ઉપર પાટણ નગરપાલિકા સંચાલિત સીટીબસ સેવા ચાલુ હતી ત્યારે આ સીટી બસ પેસેન્જરોથી ધમધમતી હતી, ત્યારે પાટણ શહેરના નાગરિકો માટે સુલભ અને સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ હતું.. પરંતુ થોડાક વર્ષ અગાઉ આ સીટી બસમાં મુસાફરોનો ધસારો ઓછો થતા જ પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્રારા પુરતો ટ્રાફીક ન મળતો હોવાનો તર્ક આપીને આ સીટી બસ સેવા સદંતર બંધ કરી દેવામાં આવી હતી, જયારે આજે પણ આ સિટીબસ પાટણ નગરપાલિકા દ્વારા સમયસર સીટીબસ સર્વિસ ના થવાના કારણે સીટી બસ ભંગાર જર્જરિત હાલતમાં પડી છે, અને કરોડોની સીટી બસ ધુમાડે ચઢી હોય તેવું લોક ચર્ચા મુખે સાંભળવા મળી રહ્યું છે. ત્યારે વર્ષ ૨૦૨૩ માં પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના નાગરિકોને નવીન ૩૨ સીટર સિટી બસ માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી છે તેવી લોલીપોપ પાટણ નગરપાલિકાના સત્તાધીશોએ આપી હતી, સાથે જ એવું પણ જણાવાયું હતું કે આ સિટી બસમાં કોઈ પણ ખામી સર્જાશે તો તેના ૫૦-૫૦ % ખર્ચો રાજ્ય સરકાર અને પાટણ નગરપાલિકા ભોગવશે…? પરંતુ આ સીટી બસ પાટણ શહેરીજનો માટે આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી ત્યારે આ મુદ્દે બે વર્ષ થઈ ગયાં હોવા છતાં પણ સિટી બસ સેવાનો કોઈ લાભ પાટણ શહેરના નગરજનોને મળ્યો નથી, દિનપ્રતિદિન પાટણ શહેરમાં મુસાફરોનો ધસારો વધી રહ્યો છે, પાટણમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે, પાટણ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનોનો આવન જાવનનો ધસારો જોતા મુસાફરોને આવી મોંઘવારીમાં રિક્ષાના ભાડા પણ પોષાય તેમ નથી ત્યારે તમામ મુદ્દે સિટી બસ રાહત આપી શકે તેમ છે.

ત્યારે આ બાબતે પાટણ જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટી દ્રારા માંગકરાઈ છે કે તાત્કાલિક ધોરણે સિટીબસ યોજના પાટણ શહેરમાં ફરી ધમધમતી કરવામાં આવે નહિ તો આવનારા સમયમાં પાટણમાં સીટી બસ સેવા મુદ્દે આમ આદમી પાર્ટી પાટણ નગરપાલીકા ક્ષોભજનક સ્થિતિમાં મુકાશે તેવો કાર્યક્રમ કરશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.

ત્યારે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં વધતા કાર્બન ઉત્સર્જન જે જોતા પેટ્રોલ કે ડીઝલ સંચાલિત નહિ પણ ઇ.વી સંચાલિત વાહનો જેવા કે બસ અથવા ઇ રિક્ષા સેવા પાટણ શહેરમાં મૂકવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી…….!

જયારે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી, પાટણ શહેર પ્રભારી ઉત્તમભાઈ ડોડીયા, પાટણ શહેર સહ પ્રભારી નિર્મળભાઈ સોલંકી, આપ પાટણ તાલુકા પ્રમુખ નિકેશભાઈ ઠાકોર અને યોગેશભાઈ સિંધી હાજર રહ્યા હતા…….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here