પાટણના શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે દશેરાના પવિત્ર દિવસે જયોત સ્વરૂપે ની રવાડી સાથે ભગવાનની પલ્લી ભરવામાં આવી..

નવરાત્રી બેઠેલા દંપતિઓ સહિત મોટી સંખ્યામાં સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી દશૅન -પ્રસાદનો લાભ લીધો…

પાટણ તા. 20
આસો સુદ દશમને મંગળવાર ના રોજ દશેરાના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા મુજબ પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ની જ્યોત સ્વરુપે રવાડી સાથે ભગવાન સન્મુખ પલ્લી ભરવામાં આવી હતી.


શ્રી પદ્મનાભ ભગવાન ની પુજા- અચૅના અને વાણી કિતૅન સાથે મહંતોએ રવાડી સ્વરૂપ ની જયોત પ્રજવલિત કરી અબિલ ગુલાલના અમીછાટણા કરી ભગવાનના ભકિત સભર ગુણગાન ગાતા જયોત સ્વરૂપે ની રવાડી ને મંદિર પરિસર ની પરિક્રમા કરાવી ગણપતિજી ના ક્યારે આરતી સાથે સંપન્ન કરવામાં આવી હતી.
રવાડી ની પરિક્રમા દરમ્યાન મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના પરિવારજનો જોડાઈ દશૅન પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ નવરાત્રી બેઠેલા દંપતીઓની ઉપસ્થિતિમાં મંદિર પરિસર ખાતે ભગવાન શ્રી પદ્મનાભજી ની પલ્લી ભરવામાં આવી હતી આ પ્રસંગે પદ્મનાભ ભગવાન ની પુજા કરતાં થડાના નવનિયુક્ત મહંતોએ પણ વિધિસર પોતાનું મહંત પદ ગ્રહણ કર્યું હતું.
શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતે દશેરાના પવિત્ર દિવસે યોજાયેલ આ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિતના દ્રષ્ટિ મંડળે તેમજ હરિભક્તો એ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here