
પાટણ તા. 1
સદભાવના ગૃપ ટ્રસ્ટના માધ્યમથી ભોજન રથ દ્વારા પાલનપુરના વિવિધ વિસ્તારો જેવા કે સિવિલ હોસ્પિટલ,સમર્પણ હોસ્પિટલ,ગઠામણ ગેટ વિસ્તાર, કીર્તિ સ્તંભ વિસ્તાર, ડૉક્ટર હાઉસ, જોરાવર પેલેસ વિસ્તારમાં નિયમિત વર્ષના 365 દિવસ બે-ટાઇમ જરૂરિયાતમંદ લોકોને ઘી સાથે કઢી-ખીચડી અને ડેરીના શુદ્ધ ઘીમાં બનાવેલ મીઠાઈનો ભોજન પ્રસાદ પ્રેમથી જમાડવામાં આવે છે.
આ સંસ્થા દ્વારા આગામી દિવસોમાં ડીસા અને સિધ્ધપુર શહેરમાં પણ જરૂરિયાત મંદોને આ સેવાનો લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સંસ્થાના ચેરમેન હરેશભાઈ ચૌધરી એ જણાવ્યું છે.
પાલનપુર ની આ સેવાકીય સંસ્થાની નિશુલ્ક ઘી સાથે કઢી-ખીચડી અને ડેરીના શુદ્ધ ઘીમાં બનાવેલ મીઠાઈના ભોજન પ્રસાદની નિસ્વાર્થ સેવાને સૌએ સરાહનીય લેખાવી છે.





