મંદિર પરિસરમાં સ્થાપિત ત્રણેય પ્રતિમાઓને ભૂદેવોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે હિંડોળામા બિરાજ
માન કરાશે…

પાટણ તા. 24
પાટણ શહેરના જગન્નાથ મંદિર ખાતે સૌ પ્રથમ વાર ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર ના હિંડોળા ઉત્સવનું આયોજન આગામી શ્રાવણ સુદ બીજને શનિવારના પવિત્ર દિવસે શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે સાંજે 4:00 થી રાત્રિના 9-00 કલાકના સમય દરમ્યાન કરવામાં આવ્યું હોવાનું મંદિરના પૂજારી કમલેશભાઈ શુકલે જણાવ્યું છે.
શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે સૌપ્રથમવાર આયોજિત કરાયેલા આ હિંડોળા દર્શનમાં વિવિધ ફ્રુટોથી હિંડોળાને શણગારવામાં આવશે અને આ હિંડોળા મા જગદીશ મંદિર ખાતે સ્થાપિત ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા,ભાઈ બલભદ્ર ની પ્રતિમાઓને ભૂદેવોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે બિરાજમાન કરવામાં આવશે.
આ હિંડોળા ઉત્સવ ના યજમાન તરીકે ચિરાગભાઈ સામવૈદી અને પ્રકાશભાઈ પટેલ પરિવારે લ્હાવો લીધો છે.ત્યારે પાટણની ધર્મપ્રેમી જનતાને ભગવાન જગન્નાથ મંદિર ખાતે સૌ પ્રથમ વાર આયોજિત હિંડોળા દશૅન નો લાભ લેવા મંદિર ના પુજારી અને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



