ડ્રગ્સ સાથે 3 આરોપી પોલીસના સકંજામાં.
પાટણ-શિહોરી હાઇવે પર ડ્રગ્સની હેરાફેરી સામે પાટણ જિલ્લા SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પાટણ સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક કારને અટકાવી તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી 8.25 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે. આ મામલે પોલીસે 3 શખસોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, હાઇવે પર ડ્રગ્સના નેટવર્કને ડામવા માટે પાટણ જિલ્લા SOG પોલીસની ટીમ સક્રિય હતી. દરમિયાન પાટણ સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક શંકાસ્પદ કારની તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી 8.25 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.
હાલ પોલીસ દ્વારા ઝડપાયેલા ત્રણેય શખસોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે…..!




