કોગ્રેસ ના પ્રમુખ સહિત નગરસેવકો એ રોષ વ્યક્ત કરી મૂર્તિઓ ના યોગ્ય નિકાલ ની માગ કરી..
પાટણ તા. ૬
પાટણ શહેરની પવિત્ર સરસ્વતી નદીના કાંઠે આનદેશ્વર મહાદેવ મંદિર નજીક પાટણ નગરપાલિકા દ્વારા બનાવેલા વિસર્જન કુંડમાં દશામાની વિસર્જિત મૂર્તિઓનો યોગ્ય નિકાલ ન થવાના મુદ્દે વિવાદ સર્જાયો છે.
પાટણ કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલ અને કોર્પોરેટર ભરત ભાટિયા સહિતના આગેવાનોએ બુધવારે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓની રૂબરૂ તપાસ દરમિયાન તેમને દશામાની વિસર્જિત મૂર્તિઓ ગંદા પાણીમાં પડતર હાલતમાં જોવા મળી હતી. આ ઉપરાંત કેટલીક મૂર્તિઓ તો વિસર્જન કુંડમાં મૂકવાને બદલે સીધી સરસ્વતી નદીમાં જ ફેંકી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી
ઓને ઠેસ પહોંચી હોવાનું જણાવી કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે અને કોર્પોરેટર ભરત ભાટિયા આ અંગે પાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે પાટણ નગરપાલિકા દ્વારા આ મૂર્તિઓનો સન્માન
પૂર્વક નિકાલ થવો જોઈએ. તેમના મતે આ મૂર્તિઓને સરસ્વતી નદી
ના કિનારે ખાડો કરી તેમાં વિધિવત રીતે મૂકી દેવામાં આવે આનાથી મૂર્તિઓની પવિત્રતા જળવાઈ રહેશે.
પાટણ નગરપાલિકાની આ બેદરકારીને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે તંત્ર સામે આકરા પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું તો આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે કુંડમાં પડી રહેલી મૂર્તિઓનો ટુક સમય મા વિધિવત્ત રીતે યોગ્ય રીતે નિકાલ કરાવ
વાની હૈયાધારણા આપી હતી.




