ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રજીના નેત્રોત્સવ ની વિધિ કરાઈ…

ભગવાન ના આંખો પર બાધેલ પાટા દુર કરાતાં ભગવાનની દ્રષ્ટિ મેળવી ભકતો ધન્યભાગ બન્યા…

પાટણ તા.25
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણના પાવન આંગણે યોજાનાર ભગવાન જગન્નાથની 143 મી રથયાત્રાને લઈ મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે ભગવાનની આંખો આવતાં તેઓની આંખે બાંધેલા પાટા ખોલવાની નેત્રોત્સવ ની વિધિ વિશેષ પૂજા વિધિ સાથે કરવામાં આવી હતી.
ભગવાન જગન્નાથની 143 મી રથયાત્રા નિમિત્તે જેઠ વદ અગિયારસના દિવસે ભગવાનની ના દુરસ્ત તબિયત નો ભક્તો દ્વારા ભાવ પ્રગટ કરી ભગવાનની મૂર્તિઓને પંચામૃતથી આંખે પાટા બાંધવામાં આવ્યા હતા ત્યારે આજે શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતે ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર ના ચક્ષુપરના પાટા ખોલવામાં આવ્યા હતા અને ભગવાન ના ચક્ષુઓ ખુલતાં તેમની અમીદ્રષ્ટિ મેળવી ભક્તો ધન્યભાગ બન્યા હતા.
આ પ્રસંગે ભગવાનની દિવ્ય દ્રષ્ટિ ની ઝાંખી અને તેના દર્શન માટે મંદિર પરિસર ખાતે ભાવિક ભક્તોએ જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે મંદિર પરિસર ને ભક્તિના રંગે રંગી દીધું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here