ભગવાન જગન્નાથ ના મામેરાના યજમાન ના નિવાસ સ્થાને મામેરાનુ પુજન કરાયું..

યજમાન બેબાભાઈ અને તેમના ધર્મપત્ની નીતાબેન અને પૂર્વીબેન શકનભાઈ સહિતના પરિવારે મામેરાની પુજા- વિધિ નો લાભ લીધો…

પાટણ શહેરમાં અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 143 મી રથયાત્રાને લઈને બુધવારના પવિત્ર દિવસે ભગવાન ના મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠના નિવાસ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુક્લ સહિતના ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓને ભગવાન જગન્નાથની બાળ સ્વરૂપે ની પ્રતિમા સમક્ષ પુજા વિધિ કરવામાં આવી હતી.


મામેરાના યજમાન પરિવાર બેબાભાઈ શેઠ અને તેમના ધર્મ પત્ની નીતાબેન તેમજ પૂર્વીબેન શકનભાઈ સહિતના પરિવારે ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે મામેરાની તમામ વસ્તુઓની વિધિ સર પૂજા અર્ચના કરી હતી.


વર્ષોની પરંપરા અનુસાર ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથજીની નીકળનારી 143 મી રથયાત્રા નિમિત્તે યજમાન પરિવાના નિવાસ્થાને આયોજિત કરાયેલા મામેરા ની પુજા વિધિ ના આ ધાર્મિક પ્રસંગે જગન્નાથ મંદિર ના પૂજારી કનુભાઈ શુક્લ એ જણાવ્યું હતું કે પાટણના જાણીતા બિલ્ડર અને સેવાભાવી દાનવીર દાતા એવા બેબાભાઈ શેઠ દ્વારા ભગવાન જગન્નાથજીના મામેરામાં હીરા મોતી જડિત ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના સુંદર મજાના હાર અને મૂગટો રાજકોટ થી ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે. તો ભગવાનના ઝરી ભરેલા વાઘા અમદાવાદથી લાવવામાં આવ્યા છે. ભગવાનની મોજડીઓ રાજસ્થાનથી તેમજ ભગવાનની પાઘડી જામનગર થી મંગાવવામાં આવી છે.


આ સિવાય વિવિધ પ્રકારના ડ્રાય ફુટ, ભગવાન ની મહત્વની અન્ય સામગ્રી સાથે ચાંદીની લગડીઓ તેમજ સોનાના દાગીના પણ મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here