ઓગડ તાલુકાના વડા ગામે મોસાળમાં આવેલ નિધિ નાઈનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું અને તે ડીસા સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ ત્યારે બીજો કેસ ચાંગા ગામે ચાંદીપુરા વાઇરસથી ધારપુર પાટણ હોસ્પિટલમાં એક દેવીપૂજક બાળકનું મૃત્યુ થતાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્રારા જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરતા તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી તેમજ અધિકારીઓ દ્વારા ચાંદીપુરા વાયરસ બાબતે ગ્રામજનોને માહિતી આપી અને સતર્ક કર્યા… આ બાબતે જિલ્લા આરોગ્ય ટીમના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકોએ પણ જાગૃતિ કેળવવાની જરૂર છે. પંદર વર્ષથી નાના બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા,મચ્છરદાનીનો ઉપયોગ કરવો.કાચા મકાનમાં દવા છંટકાવ સાથે પાકા મકાનમાં તિરાડો પડી હોય તો તેને પુરી નાખવી.તાવ ખેંચ કે ઉલ્ટી વોમિટ જેવાં લક્ષણો બાળકોમાં દેખાય તો સમય પસાર કર્યા વગર બાળરોગ નિષ્ણાંત પાસે લઇ જઈ સારવાર કરાવવી. આ રોગ કોરોના જેવો ભયંકર નથી પણ સાવચેતી ખાસ જરૂરી છે.ઘરની આજુબાજુ સ્વચ્છતા રાખો. ચોમાસાની સીઝન છે.સવાર સાંજ લીમડાનો ધુમાડો કરો.પંદર વર્ષથી નાના બાળકોને તાવ સાથે ખેંચ કે ઉલટી વોમિટ જેવાં લક્ષણો દેખાય ત્યારે સમય અહીં તહીં ડોકટરને બતાવી પસાર ન કરો.આ ચાંદીપુરા વાયરસની અસર હોઈ શકે તાત્કાલિક સારવાર મળવાથી મટી શકે છે એટલે ગભરાવવાની કે ખોટી દોડાદોડી કરવા કરતા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર પાસે અસરગ્રસ્ત બાળકની સારવાર કરાવો.સાવચેતી જાગૃતતામાં જ સલામતી છે. ચાંદીપુરા રોગ :સેન્ડ-ફલાય નામની સોનેરી માખીથી ફેલાય માટે
નાના બાળકને તાવ સાથે અચાનક ખેંચ વોમિટ અને બેભાન અવસ્થા જેવાં લક્ષણોદેખાય.નાના બાળકો, કાચા ઘર અને ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારના બાળકોને વધુ જોખમ
ઉપાય: ઘરની દિવાલોની તિરાડો પુરી દેવી,સ્વચ્છતા રાખવી, બાળકોને જમીન પર ન સૂવા દેવા તેમજ શરીર સંપૂર્ણ ઢંકાય તેવાં કપડાં પહેરાવવામાં આવે.
લક્ષણો દેખાય તો તાત્કાલિક બાળરોગ નિષ્ણાતને બતાવવું.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




