ઓગડ તાલુકાના થરા નગરમાં ૫૭ વર્ષની ગૌસ્વામી અને વાલપુરા ગામની ૬૧ વર્ષની પ્રજાપતિ માતાએ ૩૬ વર્ષના પુત્રને કિડની આપી નવજીવન આપ્યું

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરમાં અને વાલપુરા ગામ ની બે માતાની મમતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. તેમણે ૩૬ વર્ષીય એકના એક પુત્રની જિંદગી બચાવવા માટે પોતાની કિડની આપી થરા નગર માં ૫૬ વર્ષીય માતા પ્રકાશબેને પોતાની કિડની આપવાની તૈયારી દર્શાવી હતી. પ્રકાશબેને આ ઉંમરે પણ પોતાના એકના એક દીકરાને કિડનીનું દાન આપી નવું જીવન દાન આપી નામ પ્રમાણે દિવ્ય પ્રકાશ ફેલાવ્યો છે.આ ઉમદા કાર્ય દ્વારા તેમણે સમાજમાં માતાની મમતાનું એક ઐતિહાસિક ઉદાહરણ પૂરું પાડ્યું છે.અને મા તે મા બીજા બધા વગડાના વા કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી છે. ઓગડ તાલુકાના થરા શાંતિનગર સોસાયટીમાં રહેતા અને નાના જામપુર રોડ પર નિલકંઠ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવતા પતિ રતનભારથી ગૌસ્વામી પુત્ર ૩૬ વર્ષીય રાહુલ કુમાર રતનભારથી ગૌસ્વામી જન્મજાત એક જ કિડની હતી પિતા પુત્ર પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો કરતા પુત્રને પેટમાં તકલીફ રહેતા તબીબી તપાસ કરાવતા તેને જન્મજાત એક જ કિડની છે અને તે વર્ક કરતી નથી જો કોઈ તેને કીડનીનું દાન આપે તો જ તેનું સ્વાસ્થ્ય સુધરે છેવટે તપાસ કરતાં પોતાની ૫૬ વર્ષના માતા પ્રકાશબેન રતનભારથી ગૌસ્વામીની કીડની મેચ થતાં માતાએ હસ્તામુખે સહમતી આપી પુત્રને નવજીવન બક્ષ્યું હતું.રાહુલભારથીના પિતા રતનભારથીએ પોતાની પત્નીને
ભાગ્યશાળી ગણાવી હતી.જેમ એક વૃક્ષ પોતે તડકો વેઠીને પણ છાંયડો અને પોષણ આપીને તેને નવપલ્લવિત રાખે છે,તેમ આ માતાએ પોતાના જીવનની પરવા કર્યા વગર ‘દેવરૂપ માતા’ બની પોતાના એકના એક પુત્રના જીવનનો બાગ ફરીથી ખીલાવ્યો છે.રાહુલને સંતાનમાં બે પુત્રીઓ છે. તો બીજો એક કિસ્સો ઓગડ તાલુકાના વાલપુરા ગામના ૩૬ વર્ષીય શિક્ષક પુત્રની જિંદગી બચાવવા માટે તેમની ૬૧ વર્ષીય માતા શારદાબેને પોતાની કિડની આપવાની તૈયારી દર્શાવી હતી. શારદાબેને આ ઉંમરે પણ પોતાના એકના એક દીકરાને કિડનીનું દાન આપી નવું જીવનદાન આપ્યું છે.
ઓગડ તાલુકાના વાલપુરા ગામ ના વતની અને હાલ ડીસામાં રહેતા ૩૬ વર્ષીય શિક્ષક વિજય ભાઈ મૂળજીભાઇ પ્રજાપતિ લાંબા સમયથી ડાયાબિ ટીસની બીમારીથી પીડાતા હતા. તેઓ ડીસા તાલુકાના વિઠોદરની નવચેતના ઉચ્ચ પ્રાથમિક શાળા માં ફરજ બજાવે છે. અગાઉ તેઓ દિયોદર તાલુકામાં બીઆરસી કો-ઓ. તરીકે કાર્યરત હતા,પરંતુ સ્વાસ્થ્યની તકલીફને કારણે તેમણે ફરીથી શિક્ષક તરીકે ની જવાબદારી સંભાળી હતી. કમનસીબે, ડાયાબિટીસની ગંભીર આડઅસરને કારણે તેમની બંને કિડનીઓ ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે પરિવાર પર મુશ્કેલી આવી પડી હતી. વિજયભાઈના પિતા મૂળજી ભાઇએ પોતાની પત્નીને ભાગ્યશાળી ગણાવી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here