સૂકી ભટ્ટ સરસ્વતી નદીના તળ પુનઃ જીવંત બન્યા હોય તેવો નજારો જોવા મળ્યો.
કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદા નદીના નીર પાટણ સરસ્વતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા.
પાટણ સરસ્વતી નદીમાં ૫૦ થી વધુ પાણી આવતા પંથકના ખેડૂતો ને ઉનાળુ વાવેતર માટે આ પાણી આશીર્વાદ રૂપ બની.
પાટણની કુવારીકા સરસ્વતી નદીમાં ભર ઉનાળે નર્મદાના નીર ડાયવર્ટ કરવામાં આવતા સૂફી ભટ્ટ નદીના તળ પુનઃ જીવંત બન્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.
નર્મદા નિગમ વિભાગ દ્વારા પાટણ નજીક સુજલામ સુફલામ કેનાલની કામગીરી ચાલી રહી છે. જેના કારણે કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદા નદીના નીર પાટણ સરસ્વતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સરસ્વતી નદીમાં ૫૦ થી વધુ પાણી આવતા પંથકના ખેડૂતો ને ઉનાળુ વાવેતર માટે આ પાણી આશીર્વાદ રૂપ બની રહેશે. ઉનાળાની શરૂઆતના જ દિવસોમાં સરસ્વતી નદીમાં નર્મદાના પાણીનો રેલો આવતા નદી પુનઃ જીવંત બની હોય તેવું જોવા મળી રહ્યું છે. નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામ ની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં નર્મદા ના પાણીનો પ્રવાહ ચાલુ રહેશે તેવી શક્યતાઓ પાટણ સરસ્વતી જળાશય વિભાગ દ્વારા કરવામાં આવી છે…….!



