પાટણ તા. ૧૮
પાટણ ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભુજના વેપારી અઝીમાં ઇશાક સુમરા (બકાલી)ને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને રૂ. ૧૯ લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આરોપીએ પૂરતું ભંડોળ ન રાખીને ચેક નકારાવી ગુનો કર્યો છે. આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને જો આવા આરોપીઓ પ્રત્યે રહેમ નજર રાખવામાં આવે તો કાયદાનો ડર રહેતો નથી.
કેસની વિગતો અનુસાર, ફરિયાદી રમેશભાઈ પ્રજાપતિ (પાટણ) જ્યારે ભુજમાં અભ્યાસ અને નોકરી કરતા હતા, ત્યારે તેમનો આરોપી અઝીમાં ઇશાક સુમરા સાથે પરિ
ચય થયો હતો. આરોપી ભુજમાં ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાન ચલાવતો હતો.
ધંધામાં પૈસાની જરૂર પડતાં તેઓએ ફરિયાદી પાસેથી રૂ. ૧૯ લાખની રકમ ૧૫ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ઉનાવા મિરાંદાતાર ખાતે એક મહિનામાં પરત આપવાના વાયદે હાથ ઉછીના લીધા હતા.
એક મહિના પછી ફરિયાદીએ રકમ પરત માંગતા, આરોપીએ તા.૨૭/૧/૨૦૨૦ નો રૂ.૧૯ લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પાટણ ની બેંક શાખામાં જમા કરાવતા તે વટાવ્યા વિના પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ તેમના વકીલ મારફત નોટિસ આપી અને પાટણ ની કોર્ટમાં ચેક કેસ દાખલ કર્યો હતો.
કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને આરોપીને ઉપરોક્ત સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીની પારિવારિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખી
ને ન્યાયનો હેતુ જળવાઈ રહે તે રીતે ચુકાદો આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.



