પાટણ તા. ૨૫
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર અને શહેરના રેલવે સ્ટેશન માર્ગ પર આવેલા બાલા હનુમાન મંદિરના સેવક ભરતભાઈ ભાટિયાના ગુરુવારે જન્મદિન પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને તેઓના પરિવારજન સહિત મિત્ર સર્કલ દ્વારા શ્રી પદ્મનાભ ભગવાન અને શ્રી સમેળા માતાજીની વિશેષ આરતી-પૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધાર્મિક પ્રસંગે ભરતભાઈ ભાટિયા સહિત તેમના પરિવારજનો સહિત ના મિત્ર સકૅલે ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી સમેળા માતાજીની પુજા અચૅના સાથે આરતી ઉતારી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
આ ધામિર્ક પ્રસંગે ઉપસ્થિત રહેલ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી સમેળા માતા મંદિર સમિતિના સેવકો અને ભરતભાઈ ભાટિયાના મિત્ર સર્કલે તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.




