પાટણ તા. ૨૫
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત પાટણના સિધ્ધહેમ ગાડૅન ખાતે નિત્ય સવારે ૫-૩૦ થી ૬-૩૦ એક કલાક યોગ કલાસ યોજવામાં આવી રહ્યાં છે જેમાં ૨૫ થી વધુ બહેનોને યોગ ટ્રેનર્સ જ્યોતિબેન દ્રારા યોગ અભ્યાસ ની તાલીમ આપવામાં આવે છે. જે યોગ તાલીમ પૂણૅ કરનાર ૧૦ બહેનોને યોગ ટ્રેનર્સ તરીકે સન્માનિત કરી સર્ટીફીકેટ એનાયત કરવાનો કાર્યક્રમ ગુરુવારે સિદ્ધહેમ ગાર્ડન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં પાટણ નગર પાલિકાનાં પ્રમુખ હિરલબેન એ. પરમાર, પાટણની ઓક્સફર્ડ સ્કૂલના ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી એ ખાસ ઉપસ્થિત રહી સર્ટિફાઇડ થયેલ યોગ ટ્રેનર ૧૦ બહેનોનું અભિવાદન કરી સર્ટિફિકેટ એનાયત કરી તમામ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં




