પાટણની પાયોનીયર પ્રાઇમરી સ્કૂલ ખાતે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. ૨૨
રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી ના ઉપલક્ષ્યમાં અને મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન કે જેમણે વિશ્લેષણ અને સંખ્યા સિદ્ધાંતના ક્ષેત્રોમાં પોતાના અમૂલ્ય યોગદાનથી ભારતને ગૌરવ અપાવ્યું હતું તેઓની જન્મ જયંતી નિમિત્તે સોમવારે પાટણની કે.સી. પટેલ વિદ્યાસંકુલ સંચાલિત પાયોનીયર પ્રાયમરી સ્કૂલમાં ગણિત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પાટણના જાણીતા ગણિતશાસ્ત્રી અને પાયોનિયર સ્કૂલ મા પોતાની સેવાઓ આપનાર સ્વ.નરસિંહભાઈ પટેલને ઉપસ્થિત સૌએ યાદ કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતા. સાથે સાથે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનું જીવન અને કાર્ય વિશે વિધાર્થીઓને માહિતગાર કરી તેઓ ગણિત શાસ્ત્રી તરીકે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સદાય પ્રેરણાસ્ત્રોત બની રહેશે તે વાત દોહરાવી હતી.
પાયોનીયર પ્રાયમરી સ્કૂલમાં ગણિત દિવસની ઉજવણી પ્રસંગે જીતુભાઈ પટેલ સહિત સંસ્થાના ટ્રસ્ટીગણ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here