પદયાત્રા સંધના પ્રારંભ પૂર્વે હુડકોના ડિરેક્ટર કે.સી.પટેલ સહિત સમાજ આગેવાનોએ માતાજીની આરતી ઉતારી પદયાત્રાની શુભેચ્છા પાઠવી…

પાટણ તા. ૫
પાટણ શહેરના મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા અષાઢ મહિનામાં છેલ્લા ૨૦ વર્ષ થી નીકળતા પાટણ થી શંખલપુર બહુચર માતા
જીના પગપાળા સંઘનું ચાલુ સાલે પણ ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારે મઠવાસ પ્રજાપતિ યુવક મંડળના આ પગપાળા યાત્રા સંધ નું પાટણ ના પનોતા પુત્ર અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ,પદ્મનાભ મંદિરના ટ્રસ્ટી યશપાલ સ્વામી,દશરથભાઈ પ્રજાપતિ,શાંતિભાઈ સ્વામી, કમલેશભાઈ કેનેડાવાળા, નીરૂભાઈ પ્રજાપતિ,ખન્નાભાઈ,અરવિંદ પ્રજાપતિ, સહિત પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો ની વિશાળ ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારી બોલ મારી બહુચર જય જય બહુચરના ગગનભેદી નાદ સાથે અબિલ ગુલાલની છોળો વચ્ચે ફટાકડા ની આતશબાજી અને ભકિત સંગીત ના સુરો સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૦ વષૅથી મઠવાસ પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવતા આ પદયાત્રા સંધમા ચાલુ સાલે ૧૦૦ થી વધુ પદયાત્રીઓ જોડાયાં હોવાનું અને પદયાત્રીઓને પદયાત્રા ના માગૅ પર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું મંડળના સેવક મુકેશભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.




