શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવ નિયુક્ત ટ્રસ્ટી યશપાલ સ્વામી નું શ્રી ચોકસી મહાજન એસો.એ બહુમાન કર્યું..

પાટણ તા. ૪
પાટણ શ્રી ચોકસી મહાજન એસોસિએશન દ્વારા પાટણ પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરાયેલા સમાજના યુવા અને સેવાભાવી અગ્રણી યશપાલ સ્વામી નું સાલ અને બુકેથી સન્માન કરી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની તેઓની વરણીને શ્રી ચોકસી મહાજન એસોસિએશનના પ્રમુખ-મંત્રી સહિતના સોની બજારના વેપારીઓ
એ આવકારી શુભેચ્છા પાઠવી હતી.
સન્માનનો પ્રત્યુતર પાઠવતા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી યશપાલ સ્વામી એ શ્રી ચોકસી મહાજન એસોસિયેશન સહિત સમગ્ર સોની વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here