થરા તાણા રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરી રોડ ખુલ્લો કરવા લોકમાંગ

આ વર્ષે ગરમી બફારાએ છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ તોડ્યા હોય તેવો લોકોને અનુભવ થયોને આ ગરમી બફારાના અહેસાસ પછી કેટલાક અનુભવી વૃદ્ધો એવું અનુમાન કરતા હતા કે વરસાદ જુન મહિનાની શરૂઆતમાં જ થશે પણ ગ્લોબલ વોર્મિંગની અસર ગરમી ઉકળાટ ૧૫મી જુન અને અષાઢી બીજ કોરી ધાકોર પસાર થતા અને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત સહિત કેટલાક વિસ્તારો પાલનપુર વડગામ સુધી વરસાદ થયોને કાંકરેજ તાલુકામાં વરસાદ બીજી જુલાઇ સુધી નહીં થતાં ખેડૂત પશુપાલકો મુઝવણમાં હતા કે શું કરવું ચોમાસું કૃષિ પાકનું વાવેતર કરે અને વરસાદ ખાબકે તો મોંઘા ભાવના ખેડ ખાતર બિયારણ અને મજુરીનો માર પડે એટલે વરસાદની રાહ કાગડોળે ગોરંભાતા વાદળો વચ્ચે જોતા હતા ત્યાં ગઈ કાલે સવારે ઝરમર છાંટણાં સાથે મેઘરાજાનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો અને સાંજના પોણા ચાર વાગ્યા આજુબાજુ દક્ષિણ દિશામાંથી કાળાં ડીબાંગ વાદળો ચડી આવ્યાં હતાં અને હળવા ગાજવીજ સાથે વરસાદ ચાલુ થતાં નાના ભૂલકાઓ અને અબોલ પશુ પક્ષીઓ વરસાદી પાણીનો આનંદ લેતા હતા તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો અને વાહન ચાલકો મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા. થરા તાણા રોડ,રૂની રોડથી દિયોદર ગરનાળા અને જુના પોલીસ કવોટરથી ભવાની સોસાયટી સુધી,ભક્તિ નગર, તક્ષશિલા શાંતિ નગર સોસાયટી વિસ્તાર વરસાદી પાણીમાં થોડા વરસાદે ગરકાવ થઈ ગયા હતા.
થરા તાણા રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરી રોડ ખુલ્લો થાય તેવી લોકોની માંગ છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




