હેમ. ઉ.ગુ. યુનિવર્સીટી પાટણ પ્રેરિત અને કાંકરેજતાલુકા કેળવણી મંડળ સંચાલિત થરા શ્રીમતિ કે.કે.શાહ આર્ટ્સ અને શ્રીમતિ એલ.બી.ગુંજારીયા કોમર્સ કોલેજ થરા દ્વારા આયોજિત કુદરતી અને કૃત્રિમ આપત્તિ નિવારણ ત્રિદિવસીય તાલીમ શિબિરનો શુભારંભ તા. ૨૬/૧૨/૨૫થી ઓગડ તાલુકાના જૈન તીર્થ ધામ રૂની ગામે થયો.પ્રિન્સિપાલ ડો.ડી.એસ.ચારણના માર્ગદર્શન હેઠળ શિબિર થશે. કાર્યક્રમનું ઉદ્ઘાટક હેમ. ઉ.ગુ. યુનિવર્સિટી પાટણ એન. એસ. એસ. વિભાગના સંયોજક ડો. કમલેશભાઈ ઠક્કર,અતિથિ તરીકે મંત્રી જીતુભાઇ ધાણધારા, અતિથિ વિશેષ તરીકે બી.એમ. જોષી સી.ઓ.થરા પાલિકા, રૂની સરપંચ વિષ્ણુભાઈ બારોટ, પ્રા. શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર, કોલેજના અધ્યાપકો અને હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ વિસ્તારની વિવિધ કોલેજોમાંથી સાઈઠ એન.એસ.એસ.સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન સત્રની શરૂઆત સરસ્વતી વંદના થી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન કેળવણી મંડળના પ્રમુખ ધીરજ કુમાર શાહ અનિવાર્ય સંજોગોને કારણે ઊપસ્થિતના રહી શકતાંશુભ સંદેશ પાઠવ્યો હતો.ઉદઘાટક ડો. કમલેશભાઈ ઠક્કરે કુદરતી અને કૃત્રિમ આપત્તિમાં ઓછામાં ઓછું નુકસાન કેવી રીતે થાય પોતાનો અને અન્યનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી હતી.ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન પ્રો.ઓફિસર ડો. રામ સોલંકીએ અને આભાર વિધિ ડો.ગૌરવ શ્રીમાળીએ કરી હતી.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




