સર્વિસ રોડ પર મોટો ખાડો હોવાથી સાવધાન : ચાડિયો ચેતવે છે
કાંકરેજ તાલુકાની પ્રજા કાળઝાળ ગરમી બફારાથી ત્રાહિમામ પોકારી કાગડોળે મેઘરાજાના આગમનની રાહ જોઈ રહી છે.. આકાશમાં કાળા ડીબાંગ વાદળો ચડી આવે છે પણ નેતાઓની જેમ લલચાવીને ચાલ્યાં જાય છે થરા નગર પાલિકા વિસ્તારમાંથી નેશનલ હાઈવે નંબર-૨૭ નીકળેલ છે જેમાં ભાભર રોડથી પોલીસ સ્ટેશન સુધી એક કી.મી.જેટલો એક ફૂટથી એકવીસ ફૂટ ઊંચો ઓવર બ્રીજ બનાવતાં થરા શહેર ત્રણ ચાર ભાગમાં વહેંચાઈ ગયું સાથે ઓવર બ્રીજની બંને સાઈડમાં લોકલ અવરજવર માટે સર્વિસ રોડ તથા બે મોટાં અને એક નાનું ગરનાળું ફૂટપાથ ગટર સાથે બનાવ્યું પરંતુ આ રોડની કે ગટરની મરામત કે સફાઈ ઘણાં વર્ષોથી નહી થતાં અને રૂની રોડ,જુના પોલીસ ક્વોટર ભવાની સોસાયટી આગળ સામાન્ય વરસાદે પાણી ભરાઇ જાય છે તેમાં બાઈક,રિક્ષા, નાના વાહનોના અક્સ્માત થતાં હોય છે છતાં તંત્રની આંખ નહીં ખૂલતાં વેપારીઓએ ખેતરમાં કૃષિ પાક રક્ષણ માટે ચાડિયો બનાવે તેમ લોકોને બચાવવા એક ચાડિયો ખાડામાં ઊભો કરી તેના પર મોટો ખાડો હોવાથી સાવધાન થરા સર્વિસ રોડ લખાણ લખી લોકોને ચેતવ્યા છે. થરામાં રખડતા અખલા ગાયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.થરા પી.એમ.શ્રી પ્રાથમિક શાળા નં.૨ પાસે તો પચાસથી સો જેટલાં ગાયો આખલાના ઝુંડ ટોળાં ભેગા થાય છે જેનાથી નાનાં બાળકોને જીવનું જોખમ રહે છે.આ શાળાના મુખ્ય દરવાજા આગળ કેટલા કહેવાતા જીવદયા પ્રેમી ઓએ ઘાસ નાખી ઢોરવાડો બનાવી દીધો છે તો બીજા દરવાજા આગળ સામાન્ય વરસાદે ઢીંચણ સમા પાણી ભરાઇ નાનાં બાળકોને અને શિક્ષક સ્ટાફને એ ગંદા પાણીમાંથી પસાર થઈ જવું પડે છે ત્યારે થરા પાલિકા ચીફ ઓફિસર ખુરશી છોડી થરા નગરની સામાન્ય સમસ્યાઓનું નિરિક્ષણ કરી ઉકેલવા પગલાં ભરશે કે પછી ભલા તોરી રામા..કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે હાઈવે ઓથોરિટીને લેખિતમાં જાણ કરી છે.




