વડોદરા તાલુકાના પોર નજીકના વડસાલા ગામ પાસે સીપીપી કંપનીમાં 3 ફૂટના મગરે દેખા દીધી હતી. તેની જાણ અમરેન્દ્ર કુમાર દુબેએ વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરવિંદ પવારને કરી હતી. સંસ્થાના કાર્યકર્તા અરુણ સૂર્યવંશી, હાર્દિક પવાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુવર શૈલેષ રાવલે પહોંચીને એક કલાકની મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો હતો.
તસવીર મનીષ જોષી “મૌન”



