અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પાટણ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ગરીમામય ઉપસ્થિતિમાં ૧૦૮ કુંડી રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ યોજાયો હતો.
108 કુંડી રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ધર્મ ધ્વજને ફરકાવીને ધર્મપ્રેમી જનતાને આધ્યત્મિક જ્ઞાન તરફ વળવા અપીલ કરી હતી. ૧૦૮ કુંડી રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ પ્રસંગે ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.



