ભગવાન શિવજીના પ્રિય, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. સૌરાષ્ટના સોમનાથ,નાગેશ્વર,ઘેલાસોમનાથ, જડેશ્વર,ઝરીયા,ગોપનાથમહાદેવ ખાતે શિવભકતોની વિશાળ સંખ્યા જોવા મળી તેમ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરમાં આવેલા સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરૂ ગાદી એવા પ્રાચીન ઝાઝાવડા વાળીનાથ મહાદેવ નિલકંઠ મહાદેવ,મહાકાલેશ્વર મહાદેવ માર્કેટ યાર્ડ,તાણા ગામ, બિલેશ્વર મહાદેવ સહિતના જાણીતા શિવાલયોમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિ અર્થે ભાવિકો ઉમટી પડયા હતા. સોમવાર હોવાથી ચાર પ્રહરની આરતી.શ્રાવણ મહિનામાં ચાર સોમવાર દરમ્યાન શિવમુષ્ટિ પુજા કરવામાં આવે છે. તા. ૨૮ના સોમવારે શિવજી ઉપર એક મુઠ્ઠી ચોખા ચઢાવવાથી મનોકામના પૂર્ણ થાય છે. તા. ૪થી ઓગષ્ટના સોમવારે શિવજી પર એક મુઠ્ઠી કાળાતલ ચડાવવા,તા.૧૧ ઓગષ્ટના સોમવારે શિવજી પર એક મુઠ્ઠી મગ ચડાવવા તથા અંતિમ સોમવાર તા.૧૮ ઓગષ્ટ ના સોમવારે શિવજી પર એક મુઠ્ઠી જવ ચડાવવા.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




