પાટણના હાંસાપુર જતાં માગૅ પર BMW મા આવેલા શખ્સોએ યુવક નું અપહરણ કર્યું.

યુવકને લાકડીઓથી માર માર્યો : પોલીસ ફરિયાદ નોધાતા તપાસ હાથ ધરી.

પાટણ તા. ૨૮
પાટણ શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિનું અપહરણ અને હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી વિજય હરગોવન દેસાઈ (ઉ.વ. 36, ધંધો દૂધનો મૂળ રહે. હાંસાપુર, શિવકૃપા સોસાયટી, હાલ રહે. સુરત, શેષકૃપા) તેમના પિતરાઈ ભાઈ નરેશ સાથે ગાડીમાં હાંસાપુર જઈ રહ્યા હતા.
આ દરમિયાન, એક BMW ગાડી તેમની ગાડીની આગળ આડી ઊભી રાખવામાં આવી હતી. BMW ગાડીમાંથી વિવેક હલ રબારી અને લાલા તેજા રબારી લાકડીઓ સાથે બહાર આવ્યા હતા.
આ આરોપીઓએ ફરિયાદીની ગાડીના કાચ તોડી નાખ્યા અને લાકડી વડે ફરિયાદીને માર માર્યો. ત્યારબાદ, ફરિયાદીને બળજબરીપૂર્વક પકડીને બીજી અલ્ટો કારમાં બેસાડવામાં આવ્યા, જેમાં બે અજાણ્યા ઈસમો પણ હાજર હતા.
મલ્હાર બંગ્લોઝ પાસે ઉતારવામાં આવ્યા, જ્યાં BMW કારમાંથી ભુલા રબારી અને પ્રશાંત રબારી પણ આવી પહોંચ્યા. વિવેક રબારીએ ફરી લાકડી વડે ફરિયાદીના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી કરિયાદીએ બૂમાબૂમ કરતા તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ એક
બીજાને મદદગારી કરી, હથિયારો ધારણ કરી, ફરિયાદીને માર માર્યો, બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી અપહરણ કર્યું અને ફરિયાદીની ગાડીને નુકસાન પહોંચાડ્યું હોય આ બનાવ અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેમાં વિવેકભાઈ હલુભાઈ રબારી, લાલાભાઈ તેજાભાઈ રબારી ,ભુલાભાઈ દેવાભાઈ રબારી, પ્રશાંતભાઈ દિનેશભાઈ રબારી, હરેશભાઈ ધમશીભાઈ રબારી સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા કલમ 140(3), 115(2), 324(4), 126(2), 190, 191(2), 191(3) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here