યશપાલસિંહ ટી. વાઘેલા થરા
ઓગડ તાલુકાના થરા નગર પાલીકાની ૧૮૦૬૦ વસ્તીમાં છ વોર્ડના કુલ ૧૨૯૧૬ મતદારો ૧૮ મતદાન મથકો પરથી ગત તા.૧૧/૧૦/ ૨૦૨૬ને રવિવારે ૮૧.૧૮ મતદારોએ મતદાન કરેલ, જેના આજે સવારે જાહેર થયેલ પરિણામમાં ૨૪ બેઠકોમાંથી ભાજપ-૧૯ કોંગ્રેસ-૦૫ બેઠકો મેળવવામાં સફળ રહયું તો આમ આદમી પાર્ટી ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહયું હતું.


ગઈકાલે જાહેર થયેલ ચૂંટણી પરિણામમાં ભાજપ વોર્ડ નં.૧ની ચાર બેઠકોથી વિજયની શરૂઆત કરી હતી જેમાં વોર્ડ નં.૨માં કોંગ્રેસના એક મહિલા ઉમેદવાર વિજેતા થતાં ભાજપની પેનલ તૂટી હતી ત્યારબાદ વોર્ડ નં.૩,૪,૫ ભાજપની આખી પેનલ વિજેતા થતાં ભાજપના ૧૯ ઉમેદવારોથી સ્પષ્ટ બહુમતીએ પહોંચતા આખું વાતાવરણ ભાજપમય બની ગયું હતું. વોર્ડ નં. ૬નું પરિણામ કોંગ્રેસ તરફી રહયું હતું જેમાં ભાજપના ચારેય ઉમેદવારો હારતા.કોંગ્રેસ પાંચ સભ્યો સાથે વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે. આ ચૂંટણી જંગમાં આમ આદમી પાર્ટીના ૧૧ ઉમેદવારો મેદાનમાં હતા પણ તે ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહયા હતા. ગત ચૂંટણીમાં ૭૩ ટકાથી વધુ મતદાનમાં ભાજપ -૨૦ બેઠકો જયારે કોંગ્રેસ ૦૪ બેઠકો મેળવવામાં સફળ રહેલ.આ વખતે ૮૧ ટકાથી વધુ મતદાનમાં ભાજપે એક બેઠક ગુમાવી છે.કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યની સીધી દેખરેખમાં કોંગ્રેસ ચૂંટણી લાડવા પ્રયત્ન કર્યો પણ તેઓને ઉમેદવારો સક્ષમ મળ્યા ન હતા છતાં તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખ્યા હતા.આમ આદમી પાર્ટીને પણ ઉમેદવારો નહીં મળતા ૧૧ જેટલા ઉમેદવાર ઉભા રાખી પાલિકા ચૂંટણીમાં ઝંમ્પલાવ્યુ હતું.
૨૪ વિજેતા ઉમેદવારોમાં ભાજપના ૧૯ અને કોંગ્રેસના ૦૫ ઉમેદવાર વિજેતા થયેલ.જેમાં ૧૯ ભાજપ વિજેતા ઉમેદવારો(મળેલ મત )
વોર્ડ નં. ૧
રસીલાબેન રમેશભાઇ પ્રજાપતિ-(1018)
જશીબેન સેમાભાઇ પટેલ-(1138)
વેરશીભાઈ લવજીભાઇ મકવાણા-(914)
રફીકભાઈ કરીમભાઇ મનસુરી-(1176)
વોર્ડ નં -૨
-ખુશી અલ્પેશભાઇ શેઠ-(885)
-વિજયકુમાર પરબતજી ઠાકોર-(883)
-અમરતભાઇ લાલુભાઇ રાવળ-(907)
વોર્ડ નં -૩
ગાયત્રીબેન હર્ષદભાઇ દરજી-(1095)
ચિકાબેન અમરાજી ગોહિલ-(1112)
મગનભાઇ કલ્યાણભાઇ દેસાઇ-(979)
પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા-(1146)
વોર્ડ નં -૪
સીતાબેન રમેશભાઇ કંબોયા-(1198)
અશ્વિનીબેન કિરીટકુમાર ઠક્કર-(1275)
વિક્રમસિંહ બેચરસિંહ વાઘેલા-(1236)
મહેન્દ્રસિંહ કેશુભા વાઘેલા-(1249)
વોર્ડ નં ૫
પ્રેમીબેન પ્રવિણજી ઘાંઘોસ-(765)
દીપાલીબેન જીગરકુમાર ઠક્કર-(748)
ધવલકુમાર મંગળદાસ ઝવેરી-(729)
વિક્રમકુમાર ખેમાભાઇ પરમાર-(690)
કોંગ્રેસના ૦૫ વિજેતા ઉમેદવારો
વોર્ડ નં -૨
રિપલબેન ભેમજીભાઈ પરમાર -(790)
વોર્ડ નં -૬
રમીલાબેન પ્રવિણજી જગાણી-(1509)
રમેશકુમાર દીલુજી ઠાકોર-(1499)
વિનોદજી સદાજી ચાવડા-(1477)
સાકરબેન વિજયકુમાર ઠાકોર (1393)
પરિણામ જાહેર થઈ ગયું. ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે હવે પ્રથમ ટર્મ માટે પ્રમુખ પદ સામાન્ય સ્ત્રી બેઠક અનામત છે ત્યારે પ્રથમ મહિલા પ્રમુખ પદે કોણ બેસશે.. ઉપ પ્રમુખ કોણ તે પ્રક્રિયા 15/10 સુધીમાં લગભગ પુરી થશે તેવું લાગે છે. કારણ કે ૧૬/૧૦/૨૦૨૬ ચૂંટણી પ્રક્રિયા પુરી થશે.




