

ભોગીલાલ જય રામજી ઉત્તર પ્રાંતના પ્રમુખ પદે વરણી, હરેશભાઈ લાલવાણી બન્યા પાટણના નવા પ્રમુખ

પાટણમાં અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવેલ જેમાં પાટણ લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખશ્રી ભોગીલાલ જય રામજી ની ઉત્તર પ્રાંતના પ્રમુખ પદે ભવ્ય વિજય સાથે વરણી કરવામાં આવેલ.

જેના અનુસંધાને તારીખ 11 10 2026 રવિવારના રોજ પાટણ લાડી લોહાણા સિંધી પંચાયતની જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ. જેમાં ઉત્તર ગુજરાત પ્રાંતના પ્રમુખ પદે નિયુક્તિ થવા બદલ પાટણ લાડી લોહાણા સિંધી સમાજના પદાધિકારીઓ તેમજ સમાજના તમામ લોકો દ્વારા તેમનું હાર અને બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું . ત્યારબાદ શ્રી ભોગીલાલ જય રામજીએ ઉત્તર ગુજરાત પ્રાંતના જનરલ સેક્રેટરી તરીકે જગદીશ કુમાર ભોજરાજ ઠક્કર. અને મીડિયા પ્રભારી તરીકે જીતેન્દ્રકુમાર જમનાદાસ ઠક્કર.ની નિયુક્તિ કરેલ. તેમના આ નિર્ણયને સમસ્ત સમાજ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ત્યારબાદ પાટણ લાડી લોહાણા સિંધી પંચાયતના પૂર્વ પ્રમુખ ભોગીલાલ જય રામજી એ રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમ એક વ્યક્તિ એક હોદા ને માન આપી પાટણના પ્રમુખ પદેથી રાજીનામું આપેલ અને નવા પ્રમુખ તરીકે શ્રી હરેશભાઈ લાલવાણી ની નિમણૂક થયેલ છે. તેમજ નવી કારોબારીની રચના કરવામાં આવેલ જેમાં તમામ પંચાયતના સભ્યોએ આ મિટિંગમાં હાજર રહી અને પોતાની સંમતિ દર્શાવી હતી. અને નવી ટીમ સારા સમાજલક્ષી કાર્ય કરે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.




