કાંકરેજ તાલુકામાંથી સતર મુખ્ય શિક્ષક (એચટાટ)ની જિલ્લા ફેરબદલી થતા તેમનો વિદાય અને અન્ય જિલ્લામાંથી કાંકરેજ તાલુકામાં આવેલ છ મુખ્ય શિક્ષકોને આવકારતો કાર્યક્રમ એચટાટ મુખ્ય શિક્ષક સંઘ દ્વારા થરા-૧ પે કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી,મહેસાણા જિલ્લા પ્રભારી ભારતસિંહ ભટેસરીયાના અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ પ્રસંગે પાલીકા પ્રમુખ ચેતના બેન સોની, પાલીકા શાસક પક્ષના નેતા પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઇન્ચાર્જ ટીપીઓ જગમાલભાઈ જોષી, પૂર્વ આચાર્ય અને શ્રેયાન અધિક્ષક રમેશભાઈ પટેલ,લેખક યશપાલસિંહ ટી.વાઘેલા, દશરથજી ઠાકોર,બળદેવભાઈ જોષી,નરેન્દ્રસિંહ વાઘેલા, બિન્દેશ્વરીદેવી ઝાલા,ધવલભાઈ શાહ, વિરેન્દ્રભાઈ મામતોરા ઊપસ્થિત રહેલ.
એચ ટાટ તાલુકા સંઘના ઉત્સાહી પ્રમુખ રમેશભાઇ ત્રિવેદી,મંત્રી સરતાન ભાઈ દેસાઈ તથા સમગ્ર સ્ટાફ સંઘ પરિવાર દ્વારા સુંદર આયોજન કરી તાલુકામાં આ રીતનો પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમનું સંચાલન શિરવાડા શાળાના એચ ટાટ આચાર્યએન. આઇ. સુથારે જ્યારે આભાર વિધિ ભદ્રેવાડી શાળાના એચ ટાટ આચાર્ય ગોપાલભાઈ જોષીએ કરેલ .
યશપાલસિંહ ટી.વાઘેલા થરા




