ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા વિસરતા જતા બેઠા ગરબાનું આયોજન કરાયું..

ભારત વિકાસ પરિષદ સેવા અને સંસ્કારના કાર્યોની સાથે ભુલાતી વિસરાતી જતી પરંપરાને સાચવી રાખવા માટે હર હંમેશ ચિંતિત રહે છે હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્ર મહિનો એટલે માતાજીની આરાધના કરવાનો મહિનો આરાધના માટે અનેક માધ્યમો છે જે પૈકી એક માતાજીના ગરબા. આ અંતર્ગત ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ખાડીયા કાર્યાલય ખાતે બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટણના વિવિધ વિસ્તારોમાંથી લોકોને આમંત્રિત કરવામાં આવ્યા જેમાં ગુર્જરવાડો, ઉંચી શેરી, બત્તી વાડો, અર્બુદાનગર, અંબાજી નગર, બ્રાહ્મણની પોળ, ગોળશેરી, મલ્હાર ટીમ, જયવીર નગર, દરજી શેરી, નાગરવાડા, જેવી 11 ટીમોએ બેઠા ગરબામાં ભાગ લીધો અને ઉત્સાહભેર માતાજીના ગરબા ગાયા ગરબામાં ભાગ લેનાર ટીમના દરેક સભ્યોને કુમકુમ તિલક કર્યું અને પ્રોત્સાહિત કરવા સંસ્થા દ્વારા કીટ આપવામાં આવી.


સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સયોજિકા મમતાબેન ગાંધીએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના મંત્રી મમતાબેન ખમારે સંસ્થા પરિચય અને દરેક ટીમને આવકારી હતી. ગરબામાં ભાગ લેનાર બહેનોએ ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત બેઠા ગરબાના કાર્યક્રમને બિરદાવ્યો હતો. અને અવરીત પણે આવા કાર્ય કરતા રહીએ તેવી શુભેચ્છાઓની સાથે સાથે તેમના સુંદર પ્રતિભાવ પણ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાખાની બહેનો રક્ષાબેન સોની, દીપલબેન કંદોઈ, સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ સોની, અશ્વિનભાઈ પારેખ, શાંતિભાઈ સ્વામી અને નિમિષાબેન જાની, સ્નેહાબેન પરીખ, સંગીતાબેન પટેલ હેતલબેન પટેલ જસ્મિનાબેન પારેખ તેમજ કારોબારી મિત્રો જોડાયા હતા. કાર્યક્રમના અંતે સમૂહ આરતી કરી પ્રસાદ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here