
આજે તારીખ 27 ,4 ,2025 ને રવિવારે અંબાજી શક્તિપીઠ ના ગણેશ ભુવન પરિસરમાં માડેચા પરિવાર નો 27 મો યજ્ઞોત્સવ યોજાયો જેમાં કુંવારા ગામના જગદીશ અમરલાલ ઠક્કર ,,ડીસા ના યોગેન્દ્ર કાંતિલાલ ઠક્કર,ભીલડી ના હિતેશ દેવચંદભાઈ ઠક્કર,થરાના તરુણ વિઠ્ઠલભાઈ ઠક્કર,,અમદાવાદના ગૌતમ વિઠ્ઠલભાઈ ઠક્કર તથા રમેશ મફતલાલ ઠક્કર પરિવાર યજમાન પદે હતા .આ યજ્ઞોત્સવમાં ધજાદંડના લાભાર્થી સિદ્ધપુરના શ્રી દિનેશકુમાર હીરાજી પરિવારે લાભ લીધો હતો. તથા ભોજનદાતા કલ્યાના ગામના ચેતનભાઇ મફતલાલ હીરાજી પરિવારે લાભ લીધો હતો. પ્રેઝન્ટ ના દાતા કુવારાના વતની નારાયણભાઈ લક્ષ્મણજી ઠક્કર પરિવાર એ લાભ લીધો હતો. તેજસ્વી તારલાઓને સ્વર્ગીય રતિલાલ હરગોવનજી પરિવાર કુંવારા વાળાએ ઇનામ આપી સન્માનિત કર્યા હતા. કમિટીના સર્વે સભ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને ખુબ સુંદર રીતે સફળ બનાવ્યો હતો.



