પાટણ યુનિવર્સિટીના બૉર્ડ ઓફ મૅનેજમૅન્ટ માં ઍમિનન્ટ પર્સન કેટેગરી હેઠળ એમ.કે.પટેલ ની વરણી કરવામાં આવી..

પાટણ તા. ૨૫
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશાનુસાર અને ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એકટ-૨૦૨૩’ની જોગવાઈ હેઠળ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બૉર્ડ ઓફ મૅનેજમૅન્ટ માં ઍમિનન્ટ પર્સન કેટેગરી હેઠળ મુકેશભાઈ ખેમચંદદાસ પટેલ (એમ. કે. પટેલ)ની અઢી વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી છે.
રાજય સરકારની ભલામણના પગલે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે. સી. પોરિયા અને રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરી મુકેશભાઈ પટેલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
સરકારી ઈજનેર તરીકે ની સેવાઓ માંથી નિવૃત્ત થયા બાદ મુકેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને તેઓ ખાનગી યુનિવર્સિટી તેમજ શબરીમાલા હોંસ્પિટલ સાથે સંકળાયેલા છે. અગાઉ તેઓ યુનિવર્સિટીની કારો
બારી સમિતિમાં પણ સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના તેમના આ અનુભવોને ધ્યાનમાં રાખીને સરકારે તેમની આ મહત્વપૂર્ણ પદ પર વરણી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મુકેશભાઈ પટેલ ની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બૉર્ડ ઓફ મૅનેજમૅન્ટ માં ઍમિનન્ટ પર્સન કેટેગરી હેઠળ કરવામાં આવેલ વરણી ને તેઓના સગા સંબંધી અને સ્નેહી મિત્રો એ સરાહનીય લેખાવી શુભેચ્છાઓ વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here