પાટણ તા. ૮
પાટણ નજીક આવેલ નોરતા ધામના સંત શિરોમણી પ.પૂ. શ્રી દોલતરામજી બાપુ તથા પ.પૂ. શ્રી વિશ્વભારતીજીના જુનાગઢ સ્થિત આશ્રમ ખાતે સોમવારના પવિત્ર દિવસે ભવ્ય સાધુ–સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક કાર્યક્રમમાં શ્રી ગિરનારી મંડળના સાધુ–સંતોએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. જુના અખાડાના મહંત શ્રી બુધગીરી બાપુ, શ્રી રવિરામ મહારાજ, શ્રી કમલગિરી મહારાજ, કિશોરપુરી મહારાજ સહિત ૫૦૦થી વધુ સાધુ–સંતોએ ભોજન–પ્રસાદનો લાભ લઈને આ પાવન પ્રસંગને ધન્ય બનાવ્યો હતો.
ભંડારાના આ પવિત્ર કાર્યક્રમમાં પ.પૂ. શ્રી દોલતરામજી બાપુ, પ.પૂ. શ્રી વિશ્વભારતીજી અને રવિરામ મહારાજ દ્વારા ઉપસ્થિત તમામ સાધુ–સંતોનું યથાયોગ્ય સન્માન કરી ભેટ–સોગાદ અને દક્ષિણા અપાઇ હતી.




